E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઈ ડાંગરની ધીમી ખરીદીથી ખેડૂતો પાયમાલ 15 ટ્રેક્ટરની મર્યાદા સામે...

Vadodara : ડભોઈ ડાંગરની ધીમી ખરીદીથી ખેડૂતો પાયમાલ 15 ટ્રેક્ટરની મર્યાદા સામે રોષ

પ્રાંત અધિકારીને આવેદન ડભોઈ તાલુકા પંથકમાં સરકાર દ્વારા ડાંગરની ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતા અને મંદ ગતિને કારણે ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ડભોઈ પુરવઠા ગોડાઉન ખાતે ખરીદી પ્રક્રિયા “ગોકળગાયની ગતિએ” ચાલતી હોવાથી સોમવારે રોષે ભરાયેલા ઢોલાર ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી ​મુખ્ય સમસ્યાઓ અને ખેડૂતોની વ્યથા ખરીદીની મર્યાદિત ગતિ: હાલમાં પુરવઠા ગોડાઉન ખાતે દિવસ દરમિયાન માંડ 15 ટ્રેક્ટર જેટલી જ ડાંગરની ખરીદી કરવામાં આવે છે. વિશાળ ખેતી ધરાવતા આ પંથક માટે આ આંકડો ખૂબ જ ઓછો છે.કર્મચારીઓની અછત: ખેડૂતોનો આક્ષેપ છે કે ગોડાઉન પર પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ ન હોવાથી તોલ-માપ અને ઉતરા ની કામગીરીમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે ખાનગી વેપારીઓનો ભય: સરકારી ખરીદીમાં થતા વિલંબને કારણે ખેડૂતો લાંબો સમય રાહ જોઈ શકે તેમ નથી. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ખાનગી વેપારીઓ નીચા ભાવે ડાંગર પડાવી લે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો મજબૂરીમાં પોતાનો માલ ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે.


​ખેડૂતોની પ્રમુખ માંગણીઓઆવેદનપત્રમાં ખેડૂતોએ તંત્ર સમક્ષ નીચે મુજબની માંગણીઓ મૂકી છે દૈનિક ક્વોટામાં વધારો: દિવસ દરમિયાન ખરીદવામાં આવતા ટ્રેક્ટરોની સંખ્યા 15 થી વધારીને બમણી કરવામાં આવે સ્ટાફની નિમણૂક: કામગીરી ઝડપી બનાવવા માટે ગોડાઉન ખાતે તાત્કાલિક વધારાના કર્મચારીઓ અને મજૂરોની ફાળવણી કરવામાં આવે.સમયમર્યાદામાં નિકાલ: ખેડૂતોને દિવસો સુધી લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે ટોકન પદ્ધતિ અને સ્લોટ મેનેજમેન્ટ વધુ સુદ્રઢ બનાવવામાં આવે.ડભોઈ પંથકમાં ડાંગર એ મુખ્ય પાક છે. જો સરકાર સમયસર અને ઝડપથી ખરીદી નહીં કરે તો ખેડૂતોને આર્થિક ફટકો પડશે. અમે વહીવટી તંત્રને જલ્દી પગલાં લેવા વિનંતી કરી છેજો આગામી દિવસોમાં ખરીદીની પ્રક્રિયામાં વેગ નહીં આવે, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ખેડૂતોની આ ન્યાયિક માંગણી પર કેટલી ઝડપથી અમલ કરે છે.

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments