E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઇ પોલીસનો સપાટો: ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

Vadodara : ડભોઇ પોલીસનો સપાટો: ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

ડભોઇ પોલીસનો સપાટો: ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, વેપારીઓમાં ફફડાટ ડભોઇ: આગામી ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ (પ્લાસ્ટિક) દોરીના વેચાણ અને વપરાશ સામે લાલ આંખ કરવામાં આવી છે. ડભોઇ પોલીસે સતર્કતા દાખવી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનો સંગ્રહ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે ગુપ્ત બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ ડભોઇ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, શહેરના રાનીવાળી જીન વિસ્તારમાં મોડી રાત્રે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં રહેતા સૂઝલ જગદીશભાઈ રાવળ નામના ઈસમના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો.


​રૂ. 7000નો મુદ્દામાલ જપ્તપોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરીની કુલ 25 નંગ રીલ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ. 7,000 આંકવામાં આવી છે. પોલીસે તમામ જથ્થો જપ્ત કરી, આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​પક્ષીઓ અને માનવ જિંદગી માટે જોખમી ચાઇનીઝ દોરી પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે અને વાહનચાલકો તેમજ માસૂમ બાળકોના ગળા કપાવાની ગંભીર ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. આ જોખમને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તેના વેચાણ પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. ડભોઇ પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે છૂપી રીતે ચાઇનીઝ દોરી વેચતા અન્ય ઈસમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસની અપીલ: નાગરિકોને વિનંતી છે કે પર્યાવરણ અને માનવ જીવનને નુકસાન પહોંચાડતી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને આવા વેચાણકારો વિશે પોલીસને જાણ કરે.

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments