E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ...

Gandhinagar : ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ

ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ નિર્ણય 30 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરાયેલી છૂટછાટમાં વધારાની છૂટ આપે છે.

ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે.
લીકર એક્સેસ પરમિટ/ટેમ્પરરી પરમિટ હોલ્ડર/એક્સટર્નલ લોકોની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ પાસે મુલાકાતે આવતા મહેમાનોને ટેમ્પરરી પરમિટ હોલ્ડર, એક કર્મચારી દીઠ 25 મુલાકાતીઓ.


ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી/કર્મચારી, વિદેશી નાગરિકો, ગુજરાત બહારના નાગરિકો જેમનું ઓળખકાર્ડ ફરજિયાત (એક્સટર્નલ પરમિટ) છે.
વાઇન ઍન્ડ ડાઇનની આ સુવિધા ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ પડતી નથી.

ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓએ ફોર્મ એ-1 ભરવું પડશે, આ ફોર્મ કંપનીના ઓથોરાઇઝ પર્સન પાસે જમા કરાવવાનું રહેશે, ત્યાર બાદ અધિકૃત કર્મચારી તે વ્યક્તિના ઓળખકાર્ડ અને તેમજ જરૂરી તપાસ કરશે જે બાદ લીકર એક્સેસ પરમિટ મળશે.
લીકર એક્સેસ પરમિટ ધરાવતો કર્મચારી ફોર્મ એ-2 મુજબ મુલાકાતીઓની યાદી બનાવશે મહત્તમ 25 મુલાકાતીઓ માટે ટેમ્પરરી પરમિટ હોલ્ડરની મંજૂરી મળશે. કર્મચારીએ પોતાના મુલાકાતીઓ સાથે હાજર રહેવું ફરજિયાત છે.
એક્સટર્નલ પરમિટ માટે લોકોએ અન્ય રાજ્યના આધાર પુરાવા બતાવવા ફરજિયાત રહેશે,(જેમાં આધાર, અન્ય રાજ્યના હોવાનું સત્તાવાર ID, પાસપોર્ટ) અલગ અરજી કરવાની જરૂર નહીં પડે પરંતુ પરમિટ હેઠળ જ સુવિધાઓ મળશે.

કયા કયા સ્થળે દારૂ પી શકાશે?

વાઇન ઍન્ડ ડાઇન સુવિધા
હોટલ/રેસ્ટોરન્ટ
લોન, પુલ સાઈડ, ટેરેસ (ધાબું), અને F & B એરિયા
હોટલ રૂમમાં FL3 લાઈસન્સ મુજબ મંગાવીને દારૂ પી શકાશે
છૂટછાટ સાથે કડક શરતો મુકાઇ

સરકારે ચોખવટ કરી છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈપણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે કઈ કઈ કડક શરતો રાખી

દારૂ માત્ર પરમિટ હશે તેને જ મળશે
બાકી રહેલો દારૂ નષ્ટ કરવો પડશે
નિયમો ભંગ થશે તો
અમદાવાદમાં પણ છૂટ મળી શકે!: સૂત્ર

સૂત્ર મુજબ ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન છે. એે પહેલાં ગુજરાત સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ અમદાવાદ સુધી લાવી શકે છે.

ગિફ્ટ સિટીમાં યોજાતા આંતરાષ્ટ્રીય/રાષ્ટ્રીય લેવલના કોન્વેશન, કોન્ફરન્સ, બિઝનેસ મિટીંગો જેવી ઇવેન્ટો અંતર્ગત ગૃપ પરમિટ સરળતાથી ઇસ્યુ કરી શકાય તે હેતુથી ઓથોરાઇઝડ ઓફિસર (ગિફ્ટ એમ.ડી.)ને ઇસ્યુ કરવાની સત્તા આપવામાં આવેલ છે.

સુધારાયેલા નિયમો હેઠળ, GIFT સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, જો તે સ્થળ પાસે FL-III લાયસન્સ હોય તો. અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન-એન્ડ-ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments