E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : 'અહીં રહેવું હોય તો હિન્દી શીખો…', વિદેશી ફૂટબોલર ધમકી આપનાર...

National : ‘અહીં રહેવું હોય તો હિન્દી શીખો…’, વિદેશી ફૂટબોલર ધમકી આપનાર ભાજપ કોર્પોરેટરે માફી માગી

પૂર્વ દિલ્હીમાં મયુર વિહાર ફેઝ-1 ખાતે લવલી પાર્કમાં નાઇજીરીયન નાગરિક(જેઓ ફૂટબોલ કોચ છે) જોશુઆ સાથે કથિત ગેરવર્તન કરનારી ભાજપ કાઉન્સિલર રેનૂ ચૌધરીએ હવે ઇન્સ્ટાગ્રામ પર માફી માગી છે. કહ્યું કે, તેમના શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. જણાવી દઈએ કે, ગત 2 દિવસથી નાઇજીરીયન ફૂટબોલ કોચને ધમકી આપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ભાજપ કાઉન્સિલરે નાઇજીરીયન ફૂટબોલરને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તુ મારી વાતને લઈને સિરિયસ નથી… સાંભળ, જો આ એક મહિનામાં હિન્દી નહીં શીખે, તો આની પાસેથી પાર્ક છીનવી લો. આ હસવાની વાત નથી. અહીંના પૈસા ખાઈ રહ્યા છો, તો હિન્દી બોલવાનું શીખો. મારે 8 મહિના થઈ ગયા આ વાત કર્યાને.’ મહત્ત્વનું છે કે, આ અગાઉ પણ ભાજપ કાઉન્સિલરે નાઇજીરીયન ફૂટબોલરને હિન્દી શીખવાની સલાહ આપી હતી.

તેમણે પોતાના વીડિયોમાં પ્રદેશ ભાજપ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને ટેગ કર્યા છે. જે વિસ્તારનો આ વીડિયો છે, તે ફેઝ-1માં વીરેન્દ્ર સચદેવા રહે છે. નાઇજીરીયન નાગરિક છેલ્લા કેટલાક વર્ષોથી પાર્કમાં સોસાયટીમાં રહેતા બાળકોને ફૂટબોલ કોચિંગ આપી રહ્યા છે.જણાવી દઈએ કે, ચાર દિવસ પહેલા કાઉન્સિલર પાર્કમાં નિરીક્ષણ કરવા પહોંચી હતી. ત્યાં નાઇજીરીયન નાગરિક કાઉન્સિલરે ધમકી આપી હતી કે એક મહિનામાં હિન્દી શીખો નહીતર પાર્કમાં ફૂટબોલ કોચિંગ બંધ કરી દેવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments