શહેરના ડ્રાઇવ-ઇન રોડ પર સ્થિત પ્રતિષ્ઠિત ઇંગ્લિશ સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025–26 ના વાર્ષિક કૉન્સર્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના ડ્રાઇવ-ઇન રોડ પર સ્થિત પ્રતિષ્ઠિત ઇંગ્લિશ સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025–26 ના વાર્ષિક કૉન્સર્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન ચાલેલા આ ત્રિ-દિવસીય સાંસ્કૃતિક ઉત્સવમાં શાળાના અંદાજે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
ભારતની સમૃદ્ધિની સફર આ મહોત્સવને ત્રણ વિશેષ થીમમાં વહેંચવામાં આવ્યો હતો. The Spirit of India, The Story of India અને The Soul of India. આ થીમ્સ દ્વારા વિદ્યાર્થીઓએ સંગીત, નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા ભારતની પ્રાચીન પરંપરાઓ, ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિવિધતાને મંચ પર સુંદર રીતે સાકાર કરી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમની અધ્યક્ષતા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ. એમ. પી. ચંદ્રન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના સચિવ, ખજાનચી અને અન્ય ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષની ઉજવણીમાં વિશેષ આકર્ષણ શાળાના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આદિત્ય રાવલ, સિદ્ધાર્થ બિસ્ટ અને ડૉ. ધવલ ઠક્કરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને પોતાની શાળાની યાદો તાજી કરી હતી.
યાદગાર ઉજવણી વાલીઓ અને આમંત્રિત મહેમાનોથી ચિક્કાર ભરેલા એશિયા કેમ્પસમાં વિદ્યાર્થીઓના પર્ફોર્મન્સે સૌના મન મોહી લીધા હતા. શાળાની આ પહેલે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં દેશની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી પણ જગાડી હતી. સમગ્ર આયોજનની સફળતા પાછળ શાળાના શિક્ષકો અને કર્મચારીઓની જહેમત દેખાઈ આવતી હતી.


