E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratPorbandar : ઘાટવડ ગેંગ પર GUJCTOCનો પ્રહાર: પોરબંદર જિલ્લા પોલીસે ઘરફોડ ચોરીની...

Porbandar : ઘાટવડ ગેંગ પર GUJCTOCનો પ્રહાર: પોરબંદર જિલ્લા પોલીસે ઘરફોડ ચોરીની આંતરરાજ્ય ટોળકીનો કર્યો પર્દાફાશ


પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગંભીર અને સંગઠિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરતા ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આતંક મચાવનાર હિતેશ દિલીપભાઈ ચૌહાણની કુખ્યાત “ઘાટવડ ગેંગ” વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) એક્ટ–૨૦૧૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (IPS) તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. કાંબરીયા તથા તેમની ટીમ દ્વારા છેલ્લા દસ વર્ષના રેકર્ડ ખંગાળતા ખુલ્યું કે આ ટોળકી ગુજરાતના આણંદ, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ-ગ્રામ્ય, સુરત-ગ્રામ્ય અને પોરબંદર જિલ્લાઓમાં દિવસ-રાત્રી દરમિયાન ગામડાં તેમજ શહેર વિસ્તારોમાં સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનાઓ આચરી ચૂકી છે.


ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ વિરુદ્ધ એકલાએ કુલ ૩૦ ગુનાઓ, જ્યારે તેના મુખ્ય સાગરીતો આતીષ ઉર્ફે વિશાલ રાઠોડ (૨૧), જેસીંગભાઈ ચૌહાણ (૧૯), રાહુલ રાઠોડ (૧૩), કિશન રાઠોડ (૧૧), ભગત ચૌહાણ (૬), દીપક ચૌહાણ (૬), કવરશીંગ ઉર્ફે કડકશીંગ રાઠોડ (૬) તથા અરૂણ ચૌહાણ (૪) એમ કુલ મળીને ૧૪૦થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું રેકર્ડ પરથી સાબિત થયું છે.


આ તમામ આરોપીઓ સંગઠિત રીતે એકબીજાની મદદથી ગુનાઓ કરતા હોવાનું સ્પષ્ટ થતા પોરબંદર જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા (IPS) દ્વારા GUJCTOC એક્ટ–૨૦૧૫ની કલમ ૩(૧)(૨), ૩(૨) તથા ૩(૪) હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. તે અનુસાર જરૂરી દરખાસ્ત જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રીને મંજૂરી અર્થે મોકલવામાં આવી, જેને મંજૂરી મળતા રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે GUJCTOC હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ગુનાની આગળની તપાસ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુને સોંપવામાં આવી છે.

આ સમગ્ર સફળ કામગીરીમાં પોરબંદર એલ.સી.બી. ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરીયા, એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, મહેશભાઈ શિયાળ, રણજીતસિંહ દયાતર, મહિલા એ.એસ.આઈ. લાખીબેન મોકરીયા, રૂપલબેન લખધીર, હેડ કોન્સ્ટેબલસલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, વિપુલભાઇ ઝાલા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, મહિલા હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ જગમલભાઈ ભારવાડીયા ડ્રાઈવર દિવ્યરાજ જાડેજા તેમજ અન્ય અધિકારી- કર્મચારીઓનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments