E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : વાપીમાં સિનિયર સિટીઝનને છેતરતી દિલ્હીની 'ઈરાની' સ્ટાઈલ ગેંગનો મુખ્ય સૂત્રધાર...

Gujarat : વાપીમાં સિનિયર સિટીઝનને છેતરતી દિલ્હીની ‘ઈરાની’ સ્ટાઈલ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

​વાપીના બજાર વિસ્તારમાં સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈ નજરચૂક કરી લાખોના દાગીના સેરવી લેતી રીઢા ગુનેગારોની ટોળકીના મુખ્ય આરોપીને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) ઝડપી પાડ્યો છે. અમદાવાદથી પકડાયેલ આરોપીની પૂછપરછમાં દિલ્હી અને મધ્યપ્રદેશના તાર જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.

​શું હતી સમગ્ર ઘટના?

 ​ગત તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ વાપીના ચોથીયા સર્કલ પાસે એક વૃદ્ધા ચાલતા જતા હતા, ત્યારે એક પુરુષ અને મહિલાએ તેમને અટકાવ્યા હતા. "બજારમાં ચોર ફરે છે, તમે આટલા દાગીના કેમ પહેર્યા છે?" તેમ કહી ડર બતાવી વૃદ્ધાને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ દાગીના ઉતરાવી રૂમાલમાં પોટલી બાંધવાનું નાટક કરી, નજરચૂકથી અસલી દાગીનાવાળો રૂમાલ બદલી પ્લાસ્ટિકની બંગડીઓવાળો રૂમાલ પધરાવી ₹૩.૭૦ લાખના દાગીના લઈ આ ટોળકી ફરાર થઈ ગઈ હતી.

​ ​આ વણઉકેલાયેલા ગુનાને ઉકેલવા માટે વલસાડ LCB પીઆઈ અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ તેજ કરી હતી. બાતમીના આધારે પોલીસે અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી મૂળ દિલ્હીના આરોપી રાજુ કિશનલાલ રાઠોડને ઝડપી પાડ્યો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે દિલ્હીની પૂનમ અને ભોપાલની સુનીતા સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો.

​પકડાયેલ આરોપીઓ

રાજુ કિશનલાલ રાઠોડ (રહે. અમદાવાદ, મૂળ દિલ્હી).

​વોન્ટેડ આરોપીઓ

(૧) પૂનમ પરતાપ (રહે. દિલ્હી), (૨) દાનીબાઈ ઉર્ફે સુનીતા (રહે. ભોપાલ, મધ્યપ્રદેશ).

 ​વલસાડ પોલીસે પકડાયેલ આરોપીનો કબજો વાપી ટાઉન પોલીસને સોંપ્યો છે અને ટોળકીમાં સામેલ અન્ય બે મહિલાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments