વાત કરીએ તો હડાદ તાલુકો એક અંતળિયા વિસ્તાર માં આવેલો છે અને હડાદ તાલુકો મોટા ભાગે પહાડી વિસ્તાર છે ત્યારે પહાડો ના કારણે ત્યાંનું વાતાવરણ ગરમ રહેતું હોય છે તેમ છતાં પણ હડાદ ના એક ખેડૂતે સ્ટ્રોબેરી અને સક્કરટેટી જેવા ઠંડા પ્રદેશમાં થતા ફળોનું વાવેતર સફળતા પૂર્વક કર્યું હતું જયંતીભાઈ બુબડીયા ખેડૂતે પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની સાથે સાથે 3000 જેટલી શક્કરટેટીનું પણ વાવેતર કર્યું જયંતીભાઈ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે સ્ટ્રોબેરી હમેશા ઠંડા પ્રદેશમાં અને રાજ્યમાં જોવા મળે છે

પરંતુ હદાડ ના ખેડૂત જયંતતિભાઈ બુબડીયા ઠંડી ઋતુ ના ફળો નું પહાડી વિસ્તારમાં સફળ વાવેતર કર્યું છે સ્ટ્રોબેરી અને શક્કરટેટીના પાક ઉપર ઠંડક માટે સફેદ કાપડ મૂકવામા આવ્યું પહાડી વિસ્તારમાં પાણીની સમસ્યા ના કારણે ભારે ગરમી પડતી હોય છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ખેતીમાં કોઈ પણ રાસાયણિક ખાતારનો ઉપયોગ કર્યા વગર જ વાવેતર કર્યું છે
REPOTER : પ્રતિનિધિ… લક્ષમણ ઝાલા


