ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા લેવાયેલી નર્સિંગની પરીક્ષા માટે એસ.વી.પી.હોસ્પિટલની સેન્ટર તરીકે પસંદગી કરાઈ હતી.આ પરીક્ષામા એક પરીક્ષાર્થીની દાઢી વધેલી હતી અને માથે ટોપી પહેરી હતી. આ જોઈ એકઝામીનર દ્વારા પરીક્ષાર્થીને બેસવા દેવા માટે ના પાડતા મામલો વિવાદમા આવ્યો હતો. અંતે પરીક્ષાર્થીએ તેના સંબંધીઓને બોલવતા પરીક્ષાર્થીને પરીક્ષામા બેસવા દેવા માટે સંમતિ આપવામા આવી હતી.

ગુજરાત નર્સીંગ કાઉન્સીલ તરફથી લેવામા આવેલી નર્સીંગની પરીક્ષાના અન્ય કેન્દ્રોની સાથે કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલની પણ એક કેન્દ્ર તરીકે પસંદગી કરાઈ હતી.પરીક્ષાનો આરંભ થતા એકઝામ રુમમા હાજર એવા એક પરીક્ષાર્થી ઉપર એકઝામીનર મહિલાની નજર પડતા તેમણે પરીક્ષાર્થીને પરીક્ષાના નિયમ સમજાવતા કહયુ, નિયમ મુજબ તમે માથે ટોપી પહેરી ના શકો કે દાઢી વધેલી હોવી ના જોઈએ.આ કારણથી તમને એકઝામમા બેસવા દેવા કે કેમ એ એક પ્રશ્ન છે. દરમિયાન પરીક્ષાર્થીએ તેના સંબંધીઓને એક પછી એક એમ હોસ્પિટલ ખાતે બોલાવ્યા હતા.દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પણ એસ.વી.પી.હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.રજુઆત પછી પરીક્ષાર્થીને પરીક્ષામા બેસવા દેવામા આવ્યો હતો.વિવાદ અંગે હોસ્પિટલના ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર સંજય ત્રિપાઠીએ કહયુ, હાલ હુ રજા ઉપર છુ પણ મને મળેલા મેસેજ મુજબ, પરીક્ષાર્થીને પરીક્ષામા બેસવા દેવામા આવ્યો હતો.એન.એચ.એલ.મેડીકલ કોલેજના ડીન ડોકટર ચેરી શાહે કહયુ, પરીક્ષા ગુજરાત નર્સીંગ કાઉન્સીલ તરફથી લેવાઈ હતી. એસ.વી.પી.હોસ્પિટલ તો એક સેન્ટર હતુ.એકઝામીનર પણ બહારના હતા.દરિયાપુરના પૂર્વ ધારાસભ્યે કહયુ,ગત વર્ષે પણ આ પ્રકારનો વિવાદ થયો હતો.મને જાણ થતા હોસ્પિટલમા રજુઆત કરવા ગયો હતો.


