સોજીત્રા પોલીસે ગાડા ગામના જવાહર ચોક નજીકથી એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૨૪૦ નંગ ફિરકા સાથે ઝડપી પાડયો હતો.પોલીસે કુલ રૂપિયા ૪૮,૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.

સોજીત્રાના ગાડા ગામના જૂના ચોરી ખાતે રહેતો ભરતકુમાર હોતચંદભાઈ મહેશ્વરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા બહારથી લાવી ઘરે વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે જુના ચોરી વિસ્તારમાં છાપો મારતા એક શખ્સ શકમંદ હાલતમાં ઝડપાઈ ગયો હતો. પોલીસે તેનું નામઠામ અંગે પૂછતા શખ્સે ભરતકુમાર મહેશ્વરી હોવા હોવાની ઓળખ આપી હતી. પોલીસે તેના ઘરમાં તપાસ કરતાં અંદરથી પૂંઠાના પાંચેક બોક્સ મળી આવ્યા હતા. જેમાં તપાસતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ ૨૪૦ નંગ ફિરકા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૮ હજાર જેટલી થવા જાય છે. પોલીસે તેની પૂછપરછ કરતા આ ચાઈનીઝ દોરી તે તારાપુર ખાતેના સૌરાષ્ટ્ર ટ્રેડર્સના માલિક દિનેશભાઈ હરાણી પાસેથી ખરીદીને લાવ્યો હોવાની કબુલાત કરી હતી.


