ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ODI સિરીઝ પહેલા વિરાટ કોહલીએ ધૂમ મચાવી દીધી છે. વિજય હજારે ટ્રોફીમાં તેને માત્ર 1 રન બનાવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. વિરાટ કોહલી હવે સચિન તેંડુલકર પછી આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય બન્યો છે. ક્રિકેટ જગતમાં તેના રેકોર્ડની ચર્ચા
વિરાટ કોહલી હાલમાં ભારતમાં છે, વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી તરફથી રમી રહ્યો છે. દિલ્હી અને આંધ્રપ્રદેશ વચ્ચેની મેચ 24 ડિસેમ્બરે બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટે 1 રન બનાવતાની સાથે જ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું. વિરાટ કોહલી હવે સચિન તેંડુલકરની પાછળ લિસ્ટ A ક્રિકેટમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

આંધ્રપ્રદેશ સામે માત્ર 1 રન બનાવીને વિરાટ કોહલી લિસ્ટ A ક્રિકેટમાં 16,000 રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો. સચિન તેંડુલકરે આ પહેલા લિસ્ટ A ક્રિકેટમાં 16,000 રનનો આંકડો પાર કર્યો હતો. સચિને લિસ્ટ A ક્રિકેટમાં 21,999 રન બનાવ્યા છે. આ સાથે વિરાટ કોહલી હવે 16,000 રન સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તેને 26 બોલમાં 37 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા છે. પહેલા બેટિંગ કરતા આંધ્રપ્રદેશે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. ટીમ તરફથી રિકી ભુઈએ 105 બોલમાં 122 રનની ઈનિંગ રમી.


