E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : લાંચિયા અધિકારીઓ સાવધાન! સુરત મનપાનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર...

Gujarat : લાંચિયા અધિકારીઓ સાવધાન! સુરત મનપાનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ₹1,00,000 ની લાંચ સ્વીકારતા રંગેહાથ દબોચાયો

​ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના દાવાઓ વચ્ચે સુરત એ.સી.બી.એ એક હાઈ-પ્રોફાઈલ ટ્રેપમાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ફાયર સેફ્ટીના પ્રમાણપત્ર (NOC) માટે એક લાખ રૂપિયાનો વહીવટ કરવા જતાં ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એ.સી.બી.ના શિકંજામાં સપડાયા છે.


​ ​આ કામના ફરિયાદીએ પોતાની હોટલ માટે જરૂરી ફાયર સેફ્ટીની NOC મેળવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં ઉધના અને લીંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇશ્વરભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ. ૪૮) એ ₹૧,૦૦,૦૦૦/- (એક લાખ) ની લાંચની માંગણી કરી હતી.
​જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે ચોકબજાર સ્થિત મુગલીસરાઇ ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલી ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એ.સી.બી.ની ટીમે ઇશ્વર પટેલને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
​ ​આ સફળ ટ્રેપ નવસારી એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.રાઠવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન મદદનીશ નિયામક આર.આર.ચૌધરી (સુરત એકમ) અને ઇન્ચાર્જ નાયબ નિયામક બળદેવ દેસાઇ (IPS) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments