E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodara : વીજ ચોરી પકડવા 47 ટીમો ઉતારાઈ, 55 લાખની ચોરી અને...

Vadodara : વીજ ચોરી પકડવા 47 ટીમો ઉતારાઈ, 55 લાખની ચોરી અને ગેરરીતિ પકડાઈ

વડોદરાઃ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરી પકડવાનું મધ્ય ગુજરાત વીજ કંપનીનું અભિયાન યથાવત છે.આજે વીજ કંપનીની ૪૭ ટીમો વીજ ચેકિંગ માટે ઉતરી હતી.આજે ચેકિંગ દરમિયાન ૫૫ લાખ રુપિયાની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ હતી.

મળતી વિગતો અનુસાર આજે શહેરના બરાનપુરા, વાડી, માંડવી, પાણીગેટ, અટલાદરા, અકોટા, વાસણા એમ સાત સબ ડિવિઝ હેઠળ આવતા વિસ્તારોમાં ૧૫૭૮ વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.અગાઉના ચેકિંગ દરમિયાન ટોળાએ કર્મચારીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાના કારણે અગમચેતીના ભાગરુપે પહેલેથી જ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

વીજ કંપનીની ૪૭ ટીમોએ ચેકિંગ દરમિયાન વીજ ચોરીના ૩૫ અને ગેરરીતિના ૧૬ કેસ ઝડપી પાડયા હતા.મોટાભાગના કિસ્સામાં સીધું જ વીજ લાઈન પરથી જોડાણ લેવામાં આવ્યું હતું.આ તમામ મામલામાં પોલીસ ફરિયાદ સાથે દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોનું કહેવું છે કે, વીજ કંપનીને કરોડોના બિલની વસુલાત કરવાની બાકી હોવાથી આગામી દિવસોમાં વીજ ચોરી પકડવાની કવાયત વધારે તેજ બનાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments