E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSurendranagar : થાનના ખાખરાળીમાં કોલસાની 5 લીઝ સીલ : રૂ. 1.36 કરોડનો...

Surendranagar : થાનના ખાખરાળીમાં કોલસાની 5 લીઝ સીલ : રૂ. 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત

થાનના ખાખરાળીમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરના ચેકિંગમાં કોલસાની પાંચ લીઝમાં ગેરરીતિ ઝડપાતા સીલ કરવામાં આવી છે. તંત્રની ટીમે રૂ.૧.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનો ઉલાળિયો કરતા લીઝ ધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

થાન તાલુકામાં ચાલતી વિવિધ લીઝો પર ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાખરાળી ગામની સીમમાં કાર્યરત કોલસાની પાંચ લીઝોમાં ગેરરીતિઓ અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવ્યું છે.

તપાસમાં લીઝ ધારકો દ્વારા સરકારના પરિપત્રો કે ખાણ-ખનીજ વિભાગના કાયદાનું પાલન કરવામાં આવતું નહોતું. આ કાર્યવાહીમાં (૧) આશિક અહેમદભાઈ મુલતાની, (૨) હસમુખભાઈ કલ્યાણજી સચદેવ, (૩) ગભરુભાઇ વસ્તુભાઇ ખાચર, (૪) વિજયભાઈ મહેન્દ્રભાઇ ખાચર (૫) મુમતાઝબેન મંહમદભાઇ કલાડીયાની માલિકીની લીઝો પર તાળા મારી દેવામાં આવ્યા છે. સરકારી જોગવાઈઓનો ભંગ કરી ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ ચલાવવા બદલ આ તમામ પાંચેય લીઝોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.દરોડા દરમિયાન વહીવટી તંત્રએ સ્થળ પરથી ભારે માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ખોદકામ માટે વપરાતું હિટાચી મશીન, વજન કાંટો અને આશરે ૬૦૦ મેટ્રિક ટન કોલસાના જથ્થાનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ તમામ સાધનો અને ખનીજની કુલ કિંમત આશરે રૂ. ૧.૩૬ કરોડ આંકવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરની આ આકસ્મિક કાર્યવાહીથી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં તમામ લીઝ માલિકો સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

દરોડા દરમિયાન વહીવટી તંત્રએ સ્થળ પરથી ભારે માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ખોદકામ માટે વપરાતું હિટાચી મશીન, વજન કાંટો અને આશરે ૬૦૦ મેટ્રિક ટન કોલસાના જથ્થાનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ તમામ સાધનો અને ખનીજની કુલ કિંમત આશરે રૂ. ૧.૩૬ કરોડ આંકવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરની આ આકસ્મિક કાર્યવાહીથી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં તમામ લીઝ માલિકો સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments