E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ઓલપાડ તાલુકામાં અસહ્ય ઉકરાટ બાદ સાંજે ચાર કલાકે વીજળીના કડાકા...

GUJARAT : ઓલપાડ તાલુકામાં અસહ્ય ઉકરાટ બાદ સાંજે ચાર કલાકે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો


છેલ્લા બે દિવસથી ઓલપાડ તાલુકામાં અસહ્ય ઉકરાટ બાદ રવિવારે સાંજે ચાર કલાકના સુમારે અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.જો કે ભારે પવન સાથે વીજળીના ચમકારાથી દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ સબ ડિવિઝને અગમ ચેતી વાપરી વીજ સપ્લાય બંધ કરી દેતા કાળા દિબાંગ
વાદળછાયા વાતાવરણ વચ્ચે તાલુકામાં અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો.


જો કે શનિવારે મોડી રાત્રે ગરમીના બફારા વચ્ચે વરસાદના અમી છાંતરા થયા હતાં. પરંતુ ત્યારબાદ બીજા દિવસે રવિવારે સાંજે ચાર કલાક સુધી મેહુલિયો માત્ર વાદળ માંથી ડોકિયું કાઢી સંતાકુકડી રમી રહ્યો હતો.પરંતુ રવિવારે ચાર વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા દિબાંગ વાદળ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય બફાળાથી લોકોને આંશિક રાહત જરૂર મળી હતી.પરંતુ જે ખેડૂતો ઓલપાડ જીન કેમ્પસમાં ડાંગરની ગુણીઓ વાહનમાં ભરી મંડળીમાં નાંખવા આવ્યા હતાં તેવા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જયારે ઉનાળું ડાંગરમાંથી પરવારી ગયેલા ખેડૂતોએ વરસાદ પડતાંની સાથે જ ચોમાસું ડાંગરનું ધરૂ(તરૂ)નાંખવાની તૈયારીઓ શરૂ કરી હતી.

રવિવારે સાંજે વરસાદ શરૂ થયો,ત્યારે હું ઓલપાડ જીન કેમ્પસ માં હાજર હતો.તે સમયે મંડળીઓમાં ડાંગર નાંખવા આવતાં વાહનો નહીંવત હતાં. ગત શનિવારે ઓલપાડ જીનમાં ૧૨ હજારથી વધુ ડાંગર ગુણીઓ અને રવિવારે ૭,૪૭૮ જેટલી ગુણી ઓ આવી હતી.આ ડાંગર જે ખેડૂતોએ રોપણી કરેલ ડાંગરને પાછળથી સિંચાઈ પાણી મળ્યું હતું તેવા કાંઠા વિસ્તારના કપાસી,કુવાદ કરંજ, મંદરોઈ વગેરે ગામના ખેડૂતો ઉપરાંત હાંસોટ તાલુકાના ખેડૂતોએ ઓલપાડના સભાસદ ના નામે જમા કરાવેલ ડાંગર છે.જેથી આજની સ્થિતિ જોતા ઓલપાડ તાલુકાના મોટાભાગ ના ખેડૂતોની ડાંગરની કાંપણી પુરી થયેલ છે. અમોએ ગોડાઉનમાં એકત્ર કરેલ ડાંગરની ગુણીઓ ઉપર તાડપત્રી ઢંકાવી છે.જેથી રવિવારે પડેલ વરસાદથી કોઈ નુકસાન નથી.(મનહરભાઈ પટેલ, પ્રમુખ-ઘી પુરૂષોત્તમ ફાર્મર્સ સોસાયટી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments