E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : DEO મહેશ પાંડે પ્રોટોકોલ ભૂલી ધારાસભ્પને પગે લાગ્યા

Vadodara : DEO મહેશ પાંડે પ્રોટોકોલ ભૂલી ધારાસભ્પને પગે લાગ્યા

વડોદરામાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં DEO ધારાસભ્યને જાહેરમાં પગે લાગતાં વિવાદ સર્જાયો છે. ચાલુ કાર્યક્રમમાં DEO પ્રોટોકોલ ભૂલ્યા હોવાથી સવાલો ઉભા થયાં છે.

વડોદરામાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં DEO વિધાનસભાના દંડકને જાહેરમાં પગે લાગતાં વિવાદ સર્જાયો છે. ચાલુ કાર્યક્રમમાં DEO પ્રોટોકોલ ભૂલ્યા હોવાથી સવાલો ઉભા થયાં છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવના સમાપન પ્રસંગે અનેક મહાનુભાવો હાજર હતાં. આ દરમિયાન ડીઈઓ મહેશ પાંડે ચાલુ કાર્યક્રમમાં પ્રોટોકોલ ભૂલ્યા હતાં અને વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલને પગે લાગ્યા હતાં. જાહેરમાં પગે લાગતાં જ રાજકીય ચર્ચાઓ વધુ તેજ થઈ હતી. એક અધિકારી પોતાનો પ્રોટોકોલ ભૂલીને કોઈ નેતાને પગે લાગ્યા હોવા અંગે અનેક સવાલો ઉભા થયાં હતાં.

આ મામલે કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે. અધિકારીઓ કામ નહીં કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. તેઓ ફાયદો લેવા કે કોઈ બાબતથી બચવા માટે ધારાસભ્યને પગે લાગ્યા હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments