E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : રાત્રિના સમયે ઘરમાં ઘૂસી 50 વર્ષીય મહિલાની લાજ લેવાનો પ્રયાસ

Rajkot : રાત્રિના સમયે ઘરમાં ઘૂસી 50 વર્ષીય મહિલાની લાજ લેવાનો પ્રયાસ

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે.

જસદણ તાલુકાના એક ગામમાં રહેતી 50 વર્ષીય આધેડ મહિલાએ ગામના જ શખસ લાલા અજા ઉર્ફે અરજણભાઈ સાકરીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રાત્રિના સમયે જ્યારે મહિલા ઘરમાં એકલા હતા, ત્યારે આરોપીએ અચાનક દરવાજો ખખડાવ્યો હતો. મહિલાએ દરવાજો ન ખોલતા, નરાધમ દીવાલ ટપીને ઘરમાં ઘૂસી આવ્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ આરોપીએ મહિલા પાસે શરીર સંબંધની માંગણી કરી હતી. જ્યારે મહિલાએ આ અનૈતિક માંગણીનો વિરોધ કર્યો અને તાબે ન થઈ, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ મહિલા સાથે નિર્દયતાથી મારામારી કરી હતી.

આ હુમલાને કારણે મહિલા અર્ધબેભાન થઈ ગઈ હતી. મહિલા ભાનમાં આવ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ હિંમત દાખવી જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે: આરોપી વિરુદ્ધ જાતીય સતામણી, એટ્રોસિટી એક્ટ તેમજ મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી લાલા અજાને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments