E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : Dhurandhar ફિલ્મે બોક્સ ઓફિસ 900 કરોડની કમાણી કરી, આદિત્ય પર...

Entertainment : Dhurandhar ફિલ્મે બોક્સ ઓફિસ 900 કરોડની કમાણી કરી, આદિત્ય પર મને ગર્વ છે, અભિનેત્રી યામી ગૌતમ

રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મ આ વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ. ફિલ્મને આટલી અદ્ભૂત સફળતા મળતા અભિનેત્રી યામી ગૌતમ વધુ ખુશ છે.

રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મ આ વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ. ફિલ્મે રિલીઝ થયાના 21 દિવસની અંદર 900 કરોડની કમાણી કરી લીધી. આ ફિલ્મમાં અભિનેતા રણવીર કરતાં વિલન અક્ષય ખન્નાના શાનદાર અભિનયની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ‘ધુરંધર’ વિવાદ અને વિરોધ વચ્ચે ધુઆંધાર આંધી જોવા મળી. બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરનાર આ ફિલ્મે એક નવો ર્કિતીમાન સ્થાપિત કર્યો. આ ફિલ્મના અભિનેતા, ડાયેરક્ટર અને તમામ પાત્રો લોકપ્રિય બન્યા છે. ફિલ્મને આટલી અદ્ભૂત સફળતા મળતા ડાયરેક્ટર આદિત્ય ધરની પત્ની અને અભિનેત્રી યામી ગૌતમ ખૂબ ખુશ છે.

અભિનેત્રી યામી ગૌતમે પતિ આદિત્ય ધરના કામની પ્રશંસા કરી. યામીએ કહ્યું કે ફિલ્મમાં તમામ પાત્રોએ અદ્ભૂત કામ કર્યું છે. આ પ્રકારની ફિલ્મ બનાવવા પર મને આદિત્ય પર ગર્વ છે. તેમ અભિનેત્રીએ કહ્યું. વધુમાં તેણે કહ્યું કે આદિત્ય જે પ્રકારની ફિલ્મો બનાવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે. આ પહેલી વખત છે જયારે તેના કામની સરાહના આજે દર્શકોથી લઈને વિવેચકો કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું બહુ મુશ્કેલ હોય છે જયારે તમે પ્રવાહથી અલગ કામ કરો છો. હું અને આદિત્ય સમાન છીએ. બંને ચીલાચાલુ કામ કરવાના બદલે પોતાને સંતોષ મળે તેવું કામ કરવાનું વધુ પસંદ કરીએ છીએ.

એક મીડિયા સાથેની વાતચીતમાં યામી ગૌતમે પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા. તે સમયે, વસ્તુઓ ઘણી વધુ પડકારજનક હતી.” “એવો સમય હતો જ્યારે હું વિચારતી, ‘મને નથી લાગતું કે તે કામ કરશે,’ અથવા ‘શું મારે પાછું જવું જોઈએ કે થોડો વધુ સમય રાહ જોવી જોઈએ?’ તમે વિચારવા લાગો છો, ‘શું આ તે છે?’ પરંતુ આખરે “મેં પ્રશ્નો પૂછવાનું બંધ કરવાનું નક્કી કર્યું. પાછળ હટવાના બદલે કામ કરવાનું વધુ પસંદ કર્યું. આદિત્ય ધર સાથે લગ્ન કર્યા બાદ અને માતા બન્યા બાદ પણ યામી ગૌતમ પોતાની કારર્કિદી અને પરિવાર વચ્ચે સંતુલન રાખી કામ કરી રહી છે.

આ વર્ષ યામી માટે પણ શાનદાર રહ્યું છે. ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘આર્ટિકલ 370’ જેવા ફિલ્મી પડદા પર હંમેશા અર્થપૂર્ણ પાત્રો ભજવવા માટે જાણીતી અભિનેત્રીનું પોતાનું ખાસ ચાહક ફોલોઇંગ છે. જોકે, આ અભિનેત્રીને આ સ્થાન સુધી પહોંચવામાં થોડો સમય લાગ્યો છે અને તેણીએ સંઘર્ષનો અનુભવ કર્યો છે. શૂજિત સરકારની ‘વિકી ડોનર’ ફિલ્મથી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો તે પહેલાં યામી એક ટેલિવિઝન અભિનેત્રી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments