E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : રૈયા ચોકડી બ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું

Rajkot : રૈયા ચોકડી બ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું

રાજકોટના રૈયા ચોકડી બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, યુવકની હાલત ગંભીર. વાંચો વિગત.

રંગીલા રાજકોટમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા રૈયા ચોકડી ફ્લાયઓવર બ્રિજ પરથી એક યુવકે પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવક બ્રિજની રેલિંગ કૂદીને નીચે ફેંકાય છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, બપોરના સમયે જ્યારે રાજકોટ શહેરમાં આવેવી રૈયા ચોકડી બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક એક યુવકે બ્રિજની કિનારી પર પહોંચી નીચે મોતની છલાંગ લગાવી હતી. યુવક નીચે પટકાતા જ જોરદાર અવાજ આવ્યો હતો, જેને પગલે આસપાસના વાહનચાલકો અને રાહદારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે લોકોના મોટા ટોળા એકત્રિત થઈ ગયા હતા.

લોકોએ તાત્કાલિક મદદ કરી, હોસ્પિટલ ખસેડાયો સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા લોકોએ તુરંત જ માનવતા બતાવી યુવકને મદદ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, ઊંચાઈ પરથી પડવાને કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે, અને તેની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું? શું તે માનસિક તણાવમાં હતો કે અન્ય કોઈ પારિવારિક વિવાદ હતો? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે યુવકની ઓળખ કરવાની અને તેના પરિવારનો સંપર્ક કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં માનસિક સ્વાસ્થ્ય અને વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓ અંગે ચિંતા જગાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments