ભારે બફારા અને ઉકળાટ ની સ્થિતિ વચ્ચે શનિવારે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં મોડી રાત્રે ભારે પવન બાદ એકાએક વરસાદ વરસ્યો હતો જેના લીધી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં દિયોદર શહેર તેમજ ગામડાઓ પણ મોડી રાત્રે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને પવન સાથે જોરદાર વરસાદ વરસતા લોકોએ ગરમી માંથી રાહત મેળવી હતી દિયોદર તાલુકાના કોટડા(દિ) , જાડા, ચગવાડા, ડુચકવાડા ,નવા , રૈયા, લુદરા ,ગોદા જેવા અનેક ગામોમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું જેમાં ક્યાંક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયાં હતા
REPORTER : દિયોદર જગદીશ સોની