E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : 'ફેમિલી ગેંગ'ની સિફતપૂર્વક ચોરી, માતા-પિતાએ સેલ્સમેનને વાતોમાં રાખ્યો ને...

Ahmedabad : ‘ફેમિલી ગેંગ’ની સિફતપૂર્વક ચોરી, માતા-પિતાએ સેલ્સમેનને વાતોમાં રાખ્યો ને બાળકે થેલી સેરવી

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી હરિઓમ ચાલી પાસે ‘શ્રી લક્ષ્મી જ્વેલર્સ’માં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. ગત 23 નવેમ્બરના રોજ એક સુનિયોજિત ગેંગ, જેમાં બે મહિલાઓ, બે પુરુષો અને એક 12 વર્ષનો બાળક સામેલ હતો, ગ્રાહક બનીને શો-રૂમમાં ત્રાટકી હતી. આ ગેંગે ખૂબ જ ચાલાકીથી સેલ્સમેન ભાવેશકુમાર માળીનું ધ્યાન ભટકાવ્યું હતું. જ્યારે વડીલો સોનાની કાંટીઓ અને ચાંદીના છતર જોવામાં સેલ્સમેનને વાતોમાં પરોવી રહ્યા હતા, ત્યારે તકનો લાભ ઉઠાવી 12 વર્ષના બાળકે કાઉન્ટરની અંદર હાથ નાખી 3.13 લાખની કિંમતની 48 સોનાની કાંટીઓ ભરેલી થેલી સેરવી લીધી હતી.

આ સમગ્ર ઘટના શો-રૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે વડીલોના ઈશારે બાળકે આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કર્યા બાદ આખી ટોળકી કાંઈ પણ ખરીદ્યા વગર ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. સ્ટોકની ગણતરી કરતા ચોરીનો અહેસાસ થતા સેલ્સમેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ‘ફેમિલી ગેંગ’ને પકડવા તપાસ તેજ કરી છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે રીઢા ગુનેગારો હવે પોલીસની નજરમાંથી બચવા માટે નિર્દોષ દેખાતા બાળકોનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments