છોટા ઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરા ગત રાત્રિથી ગુમ હતી અથવા ઘરેથી બહાર ગઈ હતી. પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા.
રાજ્યમાં મહિલાઓ અને સગીરાઓ સુરક્ષિત છે, તેવા દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત કદવાલ તાલુકામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષીય માસૂમ સગીરાની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગીરાનો મૃતદેહ તેના ઘરની બાજુમાં આવેલા ખેતરમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરા ગત રાત્રિથી ગુમ હતી અથવા ઘરેથી બહાર ગઈ હતી. પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા, તે દરમિયાન વહેલી સવારે ઘરની એકદમ નજીક આવેલા ખેતરમાંથી સગીરાની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સગીરાના શરીર પર ઈજાના નિશાન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ જ આ હત્યાનો મામલો હોવાનું જણાતું હતું.


