E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratJunagadh : ભૂમાફિયાના ત્રાસથી યુવકે એક વીડિયો બનાવી વાયરલ કર્યો, બાદમાં જીવન...

Junagadh : ભૂમાફિયાના ત્રાસથી યુવકે એક વીડિયો બનાવી વાયરલ કર્યો, બાદમાં જીવન ટૂંકાવ્યું

કેશોદના કાલવાણી ગામમાં એક યુવકે ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. યુવકે આપઘાત પહેલા એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

ગુજરાતમાં ભૂ માફિયાઓ બેફામ બન્યાં છે. ખનીજ ચોરીના વધતા બનાવો વચ્ચે ખનીજ માફિયાઓને કાયદો અને પોલીસનો જાણે કોઈ ડર જ રહ્યો નથી. કેશોદના કાલવાણી ગામમાં એક યુવકે ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. યુવકે આપઘાત પહેલા એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના કેશોદના કાલવાણી ગામમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતાં. આ ગામના એક યુવકે ખનીજ માફિયાઓ સામે ખનીજ ચોરી મુદ્દે પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદની અદાવત રાખીને ભૂ માફિયા અનિરૂદ્ધસિંહ જખિયાએ તેને ધમકી આપી હોવાનો યુવકે આક્ષેપ કર્યો હતો. આ યુવકને ભૂ માફિયા દ્વારા સતત હેરાન કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

યુવકે આપઘાત પહેલા એક વીડિયો બનાવી ભૂમાફિયા સામે આક્ષેપ કર્યા હતાં. આ વીડિયો સમગ્ર પંથકમાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે યુવકના આપઘાતની ઘટનામાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments