E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBhavnagarBhavnagar : 80 ટકા કેસોમાં સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાનું તારણ

Bhavnagar : 80 ટકા કેસોમાં સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાનું તારણ

  • યુનિ.ના કાયદા વિદ્યાશાખાના છાત્રએ પીએચ.ડી. પદવી મેળવી : પુરૂષ આયોગની હાલના સમયની જરૂરીયાત

ભાવનગર : હાલના સમયમાં દાડે દિવસે સ્ત્રી અત્યાચારની ફરિયાદોમાં પુરૂષોને થતા અન્યાયનું પ્રમાણ પણ વધ્યું છે. યુનિ.ના કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીએ રાજ્યના ૪૦૦ કેસનો સર્વે કરાયા બાદ તે પૈકીના ૮૦ ટકા કેસોમાં સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાનું તારણ નીકળ્યું છે. પુરૂષ અધિકારોના રક્ષણ સામે થતા અન્યાયનો સમીક્ષાત્મક અભ્યાસ પર છાત્ર મિતેશ ગોહિલે પીએચ.ડી. પદવી મેળવી છે.


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી ભારતીય સમાજ વ્યવસ્થામાં પુરૂષ અધિકારોના રક્ષણ સામે થતા અન્યાયનો એક સમીક્ષાત્મક અભ્યાસ ગુજરાત રાજ્યના સંદર્ભમાં વિષય પર કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થી મિતેશ લાલજીભાઇ ગોહિલે સંશોધ કાર્ય પૂર્ણ કરી પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેના સંશોધનમાં પુરૂષોને થતા અન્યાયો અંગે વિસ્તૃત છણાવટ કરેલ. ભારતીય બંધારણ અનુચ્છેદ-૧૫(૩)માં સ્ત્રી અને બાળકો માટેની ખાસ જોગવાઇ અંતર્ગત બનતા કાયદાઓનો ભરપુર દુરૂપયોગ મોટાભઆગના કિસ્સાોમાં થતો હોવાનું સંશોધનના કાર્ય દરમિયાન જાણવા મળેલ. સંશોધનમાં મહિલા આયોગની જેમ પુરૂષ આયોગની પણ આવશ્યક્તા જણાય છે. તેમ તેણે જણાવેલ છે તેમજ ગુજરાત રાજ્યના ૪૦૦થી વધારે કેસોનો અભ્યાસના તારણમાં ૮૦ ટકાથી વધુ કેસોમાં જાણવા મળેલ છે કે, સ્ત્રીઓ દ્વારા કાયદાનો ખુબ જ દુરૂપયોગ થતો હોય પુરૂષ પોતાના અધિકારો ભોગવી શકતા નથી અને પીડાય છે ત્યારે બંધારણના અનુચ્છેદ-૧૪ની સમાનતાની જોગવાઇ અને અનુચ્છેદ-૨૧ વ્યક્તિ સ્વતંત્રતાના અધિકાર પર પણ તરાપ લાગતી હોય તેમ સંશોધક માને છે. સંશોધકને સંશોધન કાર્યમાં સ્ત્રીઓ દ્વારા કાયદાઓના દુરૂપોયગ અને નકારાત્મક અભિગમનો ખ્યાલ કેસ સ્ટડી દરમિયાન જાણવા મળેલ. ત્યારે સ્ત્રી તરફી કાયદાઓના દુરૂપયોગ સામે પુરૂષ લાચાર અને નિઃસહાય બની જાય છે. તેમના અધિકારોના રક્ષણ માટે પુરૂષ આયોગ, પુરૂષ તરફી કાયદાઓ બનાવવાની જરૂરીયાત હોય તેમ જણાય છે. આ સંશોધન કાર્ય તેમણે શેઠ એચ.જે લો કોલેજ, ભાવનગરના આચાર્ય જે.એ. પંડયાના માર્ગદર્શન હેઠળ કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments