E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratweather : અંબાલાલ પટેલે કરી આગામી 24 કલાકમાં માવઠાની આગાહી

weather : અંબાલાલ પટેલે કરી આગામી 24 કલાકમાં માવઠાની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર શિયાળામાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં ભર શિયાળામાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી 48 કલાક સુધી રાજ્યમા તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં આજે કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 24 કલાકમા કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર શિયાળામાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. રાધનપુર, સુઈગામ, મહેસાણા,પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, ડીસા,ગાંધીનગર,અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં વાતાવરણમા પલટો આવશે. 6થી 14 જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. જ્યારે 11થી 18 જાન્યુઆરી સુધી આકરી ઠંડી પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં માર્ચ મહિના સુધી વાતાવરણમાં બદલાવ આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments