E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodEntertainment : ધુરંધરની અભિનેત્રી "ભાભી જી ઘર પર હૈ"માં વાપસી કરશે, અફવાઓ...

Entertainment : ધુરંધરની અભિનેત્રી “ભાભી જી ઘર પર હૈ”માં વાપસી કરશે, અફવાઓ પર સૌમ્યા ટંડને તોડયું મૌન

ભાભી જી ઘર પર હૈ 2.0માં ગોરી મેડમ તરીકે સૌમ્ય ટંડન વાપસી કરશે તેવી સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડયું. અભિનેત્રી આ મુદ્દે સ્પષ્ટતા કરી કે હું આગળ વધી ગઈ છું.

રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મ બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાથી લઈને તમામ પાત્રો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. અક્ષયની પત્ની બનતી ગોરી મેમ સૌમ્યા ટંડન પણ ફરી લાઈમ લાઈટમાં આવી છે. સૌમ્યા ટંડન લાંબા સમય સુધી “ભાભી જી ઘર પર હૈ”નો હિસ્સો હતી. હાલમાં જ અંગૂરી ભાભી તરીકે શિલ્પા શિંદે આ શોમાં વાપસી કરી છે. ત્યારે સૌમ્યા ટંડન પણ શોમાં કમબેક કરશે તેવી અફવાઓએ જોર પકડયું છે.

એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી સૌમ્યા ટંડને “ભાભી જી ઘર પર હૈ”માં પોતાની વાપસી મુદ્દે સ્પષ્ટતા કરી છે. અભિનેત્રીએ કહ્યું કે ના, હું ભાભીજી ઘર પર હૈંમાં બિલકુલ પાછી નહીં આવું. હું બીજા પ્રોજેક્ટમાં આગળ વધી ગઈ છું. હું હાલમાં બીજા કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહી છું. તેથી, તે પ્રશ્ન જ ઉભો થતો નથી. આ ફક્ત અફવા છે. ધુરંધર ફિલ્મમાં મારું કામ દર્શકોને પસંદ આવ્યું. લોકોના આટલા પ્રેમ બદલ તેમનો હું આભાર વ્યક્ત કરું છું. આ ફિલ્મથી અત્યારે હું વધુ ફેમસ થઈ છું. પરંતુ હું હાલમાં ફરી “ભાભી જી ઘર પર હૈ”નો હિસ્સો નથી. હું અત્યારે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છું.

તમને જણાવી દઈએ કે સૌમ્યા ટંડને શો “ભાબીજી ઘર પર હૈ” માં અનિતા નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવી હતી. 2020 માં, સૌમ્યાએ શો છોડી દીધો. શરૂઆતમાં શોમાં તેની જગ્યાએ નેહા પેંડસે આવી. ત્યારબાદ, વિદિશા શ્રીવાસ્તવ ગોરી મેડમના રોલમાં જોવા મળી. સૌમ્યા ટંડનને આજે પણ લોકો ગોરી મેડમ તરીકે વધુ જાણે છે. “ભાભી જી ઘર પર હૈ” પેઢીઓથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ વારસાને ચાલુ રાખતા, ચેનલ તેનો નવો કોમેડી શો, “ભાભી જી ઘર પર હૈ 2.0″ લઈને આવી રહી છે. ભાભી જી ઘર પર હૈ 2.0” માં અંગૂરી ભાભી તરીકે શિલ્પા શિંદે વાપસી કરતા તેના ફેન્સ ખુશ થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments