E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBanaskantha : જિલ્લા પોલીસ વડાના ચેકિંગમા દારુ પીધેલા ચાર નબીરા ઝડપાયા

Banaskantha : જિલ્લા પોલીસ વડાના ચેકિંગમા દારુ પીધેલા ચાર નબીરા ઝડપાયા

રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ચાર નબીરાઓ દારુ પીધેલી હાલતમાં ઝડપાયા હતાં. જિલ્લા પોલીસ વડાએ ચેકિંગ હાથ ધરતાં જ પોલીસે નબીરાઓને ઝડપી લીધા હતાં

ગુજરાતમાં આજે 31મી ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસે રાજ્યની બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત દાહોદમાં પણ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે.રોડ પર જ પોલીસ બ્રેથ એનલાઈઝર દ્વારા લોકોની તપાસ કરી રહી છે. બીજી તરફ નશો કરીને ફરતા લોકોને પણ પોલીસ પકડીને કાયદાનો પાઠ ભણાવી રહી છે. બનાસકાંઠામાં જિલ્લા પોલીસ વડાના ચેકિંગ દરમિયાન ચાર નબીરાઓ દારુ પીધેલી હાલતમાં ઝડપાયા હતાં.

બનાસકાંઠામાં જિલ્લા પોલીસ વડાએ અચાનક રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. અમીરગઢ બોર્ડર પર જિલ્લા પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠામાં બોર્ડર વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોનથી પણ સર્વેલન્સ કરાયું છે. પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે. પાલનપુર ટોલ ટેક્સ નજીક પણ પોલીસનું ચેકિંગ હાથ ધરાયું છે. બનાસકાંઠામાં જિલ્લા પોલીસ વડાના ચેકિંગ દરમિયાન દારુ પીધેલા નબીરા ઝડપાયા હતાં.

રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ચાર નબીરાઓ દારુ પીધેલી હાલતમાં ઝડપાયા હતાં. જિલ્લા પોલીસ વડાએ ચેકિંગ હાથ ધરતાં જ પોલીસે નબીરાઓને ઝડપી લીધા હતાં. પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર 30 જેટલી હંગામી ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસે ચેકિંગ દરમિયાન 18 જેટલા કેસ નોંધ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments