E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBreaking NewsBreaking News : ગુજરાત ST બસ ભાડામાં 3 ટકાનો વધારો; આજ મધરાતથી...

Breaking News : ગુજરાત ST બસ ભાડામાં 3 ટકાનો વધારો; આજ મધરાતથી લાગુ, 27 લાખ મુસાફરોને સીધી અસર

નવા વર્ષની શરૂઆત ટાણે જ લોકો પર વધુ એક વાર મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગુજરાત એસટી ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજ મધ્યરાત્રિથી જ આ ભાવ વધારો અમલમાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3 ટકા ભાડા વધારાનો અમલ થઈ જશે જેથી 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments