E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : DIG નિર્લિપ્ત રાયે કહ્યું, બિશ્નોઇ ગેંગ સામેની લડાઇમાં અમે અમારા...

Gujarat : DIG નિર્લિપ્ત રાયે કહ્યું, બિશ્નોઇ ગેંગ સામેની લડાઇમાં અમે અમારા બે જાંબાજ અધિકારી ગુમાવ્યાં, વાંચો, બીજું શું કહ્યું

SMC (સ્પેશિયલ મોનિટરિંગ કન્ટ્રોલ) દ્વારા બિશ્નોઇ ગેંગના મુખ્ય સુત્રધાર અશોક બિસ્નોઇ સામે કરાયેલા ફાયરિંગ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે કહ્યું છે કે બિશ્નોઇ ગેંગ સામેની લડાઇમાં અમે અમારા બે જાંબાજ અધિકારી ગુમાવેલા છે.

SMC (સ્પેશિયલ મોનિટરિંગ કન્ટ્રોલ) દ્વારા બિશ્નોઇ ગેંગના મુખ્ય સુત્રધાર અશોક બિસ્નોઇ સામે કરાયેલા ફાયરિંગ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે કહ્યું છે કે બિશ્નોઇ ગેંગ સામેની લડાઇમાં અમે અમારા બે જાંબાજ અધિકારી ગુમાવેલા છે. લીમડી પાસે અશોક બિશ્નોઇએ ગાડી ચલાવી રહેલા પીએસઆઇ રવિયાને બેલ્ટ વડે ટૂંપો આપવાનો પ્રયાસ અશોકે કર્યો હતો અને ત્યારે સાથી અધિકારીનો જાન બચાવવા માટે પીઆઇ ખાંટે તેના પગમાં ફાયરિંગ કરી તેને ઇજા પહોંચાડી હતી. SMCના બે કર્મીઓના જાન ગુમાવવાનો દુઃખદ અનુભવ થયો છે.

તેમણે કહ્યું હકે આસામમાંથી SMCની ટિમે અશોક બિસ્નોઇને ઝડપી પાડ્યો હતો. SMCના બે પીએસઆઈઓ આસામ મોકલાયા હતા અને ત્યાં અશોક સહિત ત્રણ આરોપીને પકડીને ગુજરાત લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જણાયું કે, બિસ્નોઇ ગેંગનું બેઝ ગોવા સાથે જોડાયેલું છે અને તેઓ નકલી દારૂનો વેપાર કરે છે. આરોપીઓ પાસેથી છ મોબાઈલ ફોન જપ્ત થયા અને ખોટા આઇડી કાર્ડ સાથે તેઓ આસામમાં રોકાયેલા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments