E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો

Gujarat : છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો

શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં વર્ષ-૨૦૨૫ના તેજી આવશે તેવી આશા માત્ર આશા જ રહી છે. કોરોનાકાળ પછીના છેલ્લા પાંચ વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યા સતત ઘટતી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં ૪૧.૫૫ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૧માં જ્યાં ૨૦૧ શિપ આવ્યા હતા. જે સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સતત ઘટતી જોવા મળી, વર્ષ-૨૦૨૫માં અલંગમાં ૧૨૧ શિપ આવ્યા છે. જેમાં સૌથી વધારે ઓક્ટોબરમાં ૧૬ અને સૌથી ઓછા મે અને ડિસેમ્બરમાં માત્ર ૪ શિપ આવ્યા છે.

વર્ષ ૨૦૨૫ના જુન મહિનામાં હોંગકોંગ કન્વેન્શન લાગુ થયાં પછી અલંગમાં તેજી આવશે તેવી આશા વર્ષ-૨૦૨૫ની શરૂઆતથી વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ આ આશા માત્ર આશા જ  રહી છે. કોરોનાકાળ પછીના વર્ષો કરતા પણ ખરાબ સ્થિતિ શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં જોવા મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષોમાં અલંગમાં આવતા શિપની સંખ્યા સતત ઘટી રહી છે. વર્ષ-૨૦૨૧માં અલંગમાં ૨૦૧ શિપ આવ્યા હતા, છેલ્લા પાંચ વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં ૪૧.૫૫ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ-૨૦૨૫માં ૧૨૧ શિપ આવ્યા છે. જેમાં સૌથી વધારે ૧૬ અને સૌથી ઓછા મે અને ડિસેમ્બરમાં માત્ર ૪-૪ શિપ આવ્યા છે. તેમજ છેલ્લા પાંચ વર્ષના ડિસેમ્બર મહિનાની સરખામણીએ ડિસેમ્બર-૨૦૨૫માં સૌથી ઓછા શિપ અલંગમાં આવ્યા છે. જોકે ગત વર્ષ ૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫માં સ્થિતિ થોડી સારી જણાઈ રહી છે. વર્ષ-૨૦૨૪માં અલંગમાં ૧૧૦ શિપ આવ્યા હતા. ગોહિલવાડની આર્થિક કરોડરજ્જૂ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે વર્ષ-૨૦૨૫ ધારણા કરતા ઓછુ ફળ્યું છે ત્યારે આગામી વર્ષ-૨૦૨૬માં ઉદ્યોગ ફરી ધમધમતો થાય તેવી આશા શિપબ્રેકરો સેવી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષના શિપની સંખ્યાની વાત કરવામાં આવે તો વર્ષ-૨૦૨૧માં ૨૦૭, ૨૦૨૨માં ૧૪૧, ૨૦૨૩માં ૧૩૭ અને ૨૦૨૪માં ૧૧૦ શિપ અલંગમાં આવ્યા હતા.

શિપ રિસાયક્લિંગ, રિપેરિંગ અને બિલ્ડિંગ પર સરકારનું ફોક્સ

શિપ રિસાયક્લિંગ માટે દક્ષિણ એશિયામાં અગ્રીમ સ્થાન અને અલગ ઓળખ ધરાવતા અલંગ અને ભારત દેશને શિપ રિસાક્લિંગ, શિપ રિપેરિંગ અને શિપ બિલ્ડિંગ ક્ષેત્ર પણ ઓળખ અપાવવાનું સરકારનું ફોકસ છે. આંતરરાષ્ટ્રીય ઉતાર-ચડાવની સીધી અસર શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં જોવા મળે છે ત્યારે ભારત માત્ર શિપ રિસાક્લિંગ ઉદ્યોગ જ નહી પણ શિપ બિલ્ડિંગ અને શિપ રિપેરિંગ સેક્ટરમાં પણ વિશ્વમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરે તે જરૂરી છે.

અલંગમાં આવેલા શિપની વિગત

મહિનો૨૦૨૪૨૦૨૫
જાન્યુઆરી૧૫૧૦
ફેબુ્રઆરી૧૦
માર્ચ૧૧
એપ્રીલ
મે૧૨
જુન૧૦
જુલાઈ૧૨
ઓગસ્ટ૧૦૧૧
સપ્ટેમ્બર૧૫
ઓક્ટોબર૧૨૧૬
નવેમ્બર૧૪૧૧
ડિસેમ્બર૧૦
કુલ૧૧૦૧૨૧
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments