E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : લોકો AIને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે: 'Grok… remove...

National : લોકો AIને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે: ‘Grok… remove this’ ટ્રેન્ડ સામે સાંસદનો સવાલ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા કામો સરળ થયા છે. જોકે તેના નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ( અગાઉ ટ્વિટર ) પર હાલમાં remove this ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કહી છે કે આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરે છે.

શિવસેના-UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની માંગ છે કે Grok આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટેક કંપનીઓ માટે કડક નિયમો બનાવવા કોઈએ. આ ફીચર્સની મદદથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે. આ બધુ માત્ર ફેક અકાઉન્ટ સુધી સીમિત નથી. એવામાં સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતી મહિલાઓ માટે મોટો ખતરો ઊભો થયો છે અને AIનો ઘોર દુરુપયોગ છે.

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોઈ પણ પોસ્ટની નીચે કોમેન્ટમાં વ્યક્તિ ગ્રોકને ટેગ કરી આદેશ આપી શકે છે. હાલમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં યુઝર્સ ગ્રોકને ટેગ કરી જે કહે તે ગ્રોક કરી બતાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments