E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : પત્નીના આડા સંબંધોએ લીધો પતિનો જીવ

Surat : પત્નીના આડા સંબંધોએ લીધો પતિનો જીવ

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પરણેિત યુવાને પત્નીના આડા સંબંધોથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. એક સંતાનના પિતા એવા આ યુવાને પત્નીને તેના પ્રેમી સાથે જોઈ લીધા બાદ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જોકે, મૃતકના પરિવારે પત્ની સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં રહેતા યુવાનના લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલતો હતો. અંદાજે 10 દિવસ પહેલા પતિએ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ લીધી હતી. આ ઘટના બાદ દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થયા હતા. પત્નીના આડા સંબંધોનો પર્દાફાશ થતા ઘરમાં કંકાસ વધ્યો હતો અને પત્ની રિસાઈને તેના પિયર ચાલી ગઈ હતી.

યુવાનના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જોકે, મૃતકના પરિવારજનોએ આ મામલે પત્ની અને તેના પક્ષના લોકો પર ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારનું કહેવું છે કે, આ આત્મહત્યા નથી પણ હત્યા હોઈ શકે છે. તેઓએ શંકા વ્યક્ત કરી છે કે, યુવાનને મારીને લટકાવી દેવામાં આવ્યો છે. હાલમાં આ મામલે સચિન GIDC પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટનાની જાણ થતા જ સચિન GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પત્નીના આડા સંબંધો, ઘરેલું કંકાસ અને પરિવારના આક્ષેપો એમ તમામ પાસાઓ પર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments