E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર...

Gujarat : ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 21મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ જશે. ત્યારે GPRB/202526/1 અન્વયે PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો પોતાનું કોલલેટર 12મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યે ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી PSI અને LRD ની કુલ 13,591 જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી છે. શારીરિક કસોટી એ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને અત્યંત મહત્વનો તબક્કો છે. જે ઉમેદવારો દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં પાસ થશે, તેઓ જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.

ભરતીની મુખ્ય વિગતો એક નજરે:

કુલ જગ્યાઓ: આશરે 13,591 (PSI અને કોન્સ્ટેબલ સહિત)

કસોટીની શરૂઆત: 21 જાન્યુઆરી, 2026 (સંભવિત)

કઈ સાવચેતી રાખવી?

ઉમેદવારોએ શારીરિક કસોટીના દિવસે કોલ લેટરની પ્રિન્ટ સાથે ઓરિજિનલ આઈડી પ્રૂફ (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે) અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રાખવા અનિવાર્ય છે. શિયાળાની મોસમ હોવાથી વહેલી સવારે દોડનું આયોજન કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ સમયસર ગ્રાઉન્ડ પર પહોંચવું હિતાવહ છે.

આ પણ વાંચો: પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ

ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારોએ સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં દર્શાવેલા સ્થળ તેમજ સમય મુજબ હાજર રહેવું. પરીક્ષા કેન્દ્ર પર જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને કોલલેટરની નકલ સાથે રાખવી અનિવાર્ય છે. ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવાનું રહેશે.

કેવી રીતે ડાઉનલોડ કરશો કોલ લેટર?

સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.

‘Call Letter’ સેક્શનમાં જઈને ‘Preliminary Exam Call Letter’ પર ક્લિક કરો.

તમારી જરુરી વિગતો (Confirmation Number અને Birth Date) ભરો.

‘Print Call Letter’ પર ક્લિક કરીને તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરો.

પારદર્શક પ્રક્રિયા પર ભાર

પોલીસ ભરતી બોર્ડ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શારીરિક કસોટી અત્યંત પારદર્શક રીતે અને ટેકનોલોજીના ઉપયોગ સાથે લેવામાં આવશે. દોડ માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે. મેદાનો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઈટ પરની માહિતીને જ સાચી માનવા અપીલ કરવામાં આવી છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments