E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : એક ડિલિવરી બોયનો ઈનકાર, કોઇકની જીંદગી બચાવી ગયો

National : એક ડિલિવરી બોયનો ઈનકાર, કોઇકની જીંદગી બચાવી ગયો

તમિલનાડુમાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે ગમે તેટલી પ્રગતિ થાય, પણ એક માણસની સતર્ક નજર અને સંવેદનશીલતા જ બીજાનો જીવ બચાવી શકે છે.ટેકનોલોજીના જમાનામાં આજે આપણી દરેક જરૂરિયાત એક ક્લિક પર પૂરી થાય છે, પણ શું મશીની અલ્ગોરિધમ ક્યારેય માણસની વેદના સમજી શકે? તમિલનાડુમાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે ગમે તેટલી પ્રગતિ થાય, પણ એક માણસની સતર્ક નજર અને સંવેદનશીલતા જ બીજાનો જીવ બચાવી શકે છે.

વાત છે એક સામાન્ય રાતની, જ્યારે બ્લિન્કિટ (Blinkit) કંપનીના એક ડિલિવરી પાર્ટનર પાસે એક ઓર્ડર આવ્યો. ઓર્ડર સાવ નાનો હતો –’ઉંદર મારવાની દવા’. મોડી રાતનો સમય અને આવો ઓર્ડર જોઈને સામાન્ય રીતે કોઈ પણ વિચારે કે ઘરમાં ઉંદરોનો ત્રાસ હશે. પરંતુ જ્યારે ડિલિવરી બોય લોકેશન પર પહોંચ્યો, ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું.આવો જાણીએ આખી વાત શું છે?

જેમ જ ડિલિવરી બોય મહિલાના ઘર પાસે પહોંચ્યો, તેણે જોયું કે ઓર્ડર આપનાર મહિલા માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ હતી. તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી અને તેના ચહેરા પર ગંભીર હતાશા હતી. ડિલિવરી બોયના મનમાં તરત જ ફાળ પડી. તેને સમજાયું કે આ દવા ઉંદરો માટે નહીં, પણ કદાચ આ મહિલા પોતાના અંતિમ પગલા માટે મંગાવી રહી છે અને તેણએ ડિલિવરી ન કરી.

ડિલિવરી બોયે વ્યવસાયિક શિષ્ટાચાર બાજુ પર મૂકીને માનવતાને પ્રાધાન્ય આપ્યું. તેણે તે સામાન આપવાનો સાફ ઇનકાર કરી દીધો. જ્યારે મહિલાએ દલીલ કરી કે તેણે આના માટે પૈસા ચૂકવ્યા છે, ત્યારે ડિલિવરી બોયે મક્કમતાથી કહ્યું, તમારી હાલત જોઈને મને ડર છે કે તમે કંઈક અઘટિત કરી બેસશો. જો તમારે ખરેખર ઉંદર મારવા માટે જ આ દવા જોઈતી હોય, તો તમે કાલે સવારે ફરી ઓર્ડર કરજો, હું અત્યારે આ ડિલિવરી નહીં કરું.

આ ઘટનાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લાખો લોકોએ તેને સલામ કરી. લોકોએ કહ્યું કે જો આ જગ્યાએ કોઈ ડ્રોન કે રોબોટ હોત, તો તેણે સૂચના મુજબ દવા પહોંચાડી દીધી હોત અને કદાચ એક જિંદગી મચી ન હોત.ભારતમાં કીટનાશક દવાઓના વેચાણ માટે કડક નિયમો છે, પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની ઉપલબ્ધતા જોખમી સાબિત થઈ શકે છે. આ કિસ્સામાં ડિલિવરી બોયની સમયસૂચકતાએ દર્શાવ્યું કે સમાજમાં હજુ પણ ‘માણસાઈ’ જીવતી છે. તેની એક નાનકડી ‘ના’ એ એક પરિવારનો દીવો બુઝાવતા બચાવી લીધો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments