E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : નેત્રંગ પોલીસની રક્ષણાત્મક પહેલ: ઉત્તરાયણ પૂર્વે 50 થી વધુ બાઇક...

Gujarat : નેત્રંગ પોલીસની રક્ષણાત્મક પહેલ: ઉત્તરાયણ પૂર્વે 50 થી વધુ બાઇક પર ‘સેફ્ટી ગાર્ડ’ લગાવી વાહનચાલકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના કાતિલ દોરાથી વાહનચાલકોના ગળા કપાવવાની જીવલેણ દુર્ઘટનાઓ રોકવા માટે નેત્રંગ પોલીસે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. ‘સલામતી સપ્તાહ’ના ભાગરૂપે પોલીસ દ્વારા ટુ-વ્હીલર ચાલકો માટે ખાસ સેફ્ટી ગાર્ડ (લોખંડના તાર) લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે,

જેથી તહેવારના આનંદમાં કોઈ વિઘ્ન ન આવે.
​નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. વસાવા અને પી.એસ.આઈ. યુ.પી. પારેખની સીધી દેખરેખ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૫૦ જેટલા બાઇક સવારોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ વાહનચાલકોને સમજાવ્યું હતું કે, ટુ-વ્હીલર પર લગાવેલો આ નાનકડો તાર ગળા કપાવવાની મોટી દુર્ઘટના સામે રક્ષણ આપી શકે છે. પોલીસે તમામ નગરજનોને સુરક્ષાના નિયમોનું પાલન કરી તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments