E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBanaskantha : ધાનેરા પોલીસની સરાહનીય કામગીરી, વાહનચાલકોની સુરક્ષા માટે ટુ-વ્હીલર પર લગાવ્યા...

Banaskantha : ધાનેરા પોલીસની સરાહનીય કામગીરી, વાહનચાલકોની સુરક્ષા માટે ટુ-વ્હીલર પર લગાવ્યા સેફ્ટી ગાર્ડ

ઉત્તરાયણ પૂર્વે ધાનેરા પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. પતંગની દોરીથી થતા અકસ્માતો રોકવા પોલીસની અનોખી પહેલ કરાઈ છે.

આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાની ધાનેરા પોલીસ દ્વારા નાગરિકોની સલામતી માટે એક મહત્વપૂર્ણ અને સરાહનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોને થતી ઈજાઓ અને અકસ્માતો રોકવા માટે પોલીસ સ્ટાફ દ્વારા જાતે જ લોકોના ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.

દર વર્ષે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરી અથવા કાચ પાયેલી દોરીના કારણે વાહનચાલકોના ગળા કપાવવાની અનેક ગંભીર ઘટનાઓ સામે આવતી હોય છે. આ જોખમને ટાળવા માટે ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી તેમના વાહનોમાં સુરક્ષા માટે લોખંડના તારના સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા.

ધાનેરા પોલીસની આ સરાહનીય કામગીરીથી વાહનચાલકોમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળ્યો હતો. માત્ર સેફ્ટી ગાર્ડ લગાવવા જ નહીં, પરંતુ પોલીસે નાગરિકોને તહેવાર દરમિયાન સાવચેતી રાખવા અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે પણ સમજૂતી આપી હતી. ધાનેરા પોલીસની આ પહેલની સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. પોલીસે અપીલ કરી છે કે, અન્ય વાહનચાલકો પણ પોતાના વાહનમાં સેફ્ટી ગાર્ડ લગાવીને સુરક્ષિત બને. આ સાથે જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે, તે લોકોને પોલીસે ફુલ આપીને ઉત્સાહિત વધાર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments