E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : CCTV બન્યા મદદરૂપ, દાગીના ભરેલી મહિલાની ગુમ થયેલી બેગ...

Vadodara : CCTV બન્યા મદદરૂપ, દાગીના ભરેલી મહિલાની ગુમ થયેલી બેગ ત્રણ કલાકમાં શોધી કાઢી

સીસીટીવીના સહારે વડોદરા પોલીસે માત્ર ત્રણ કલાકમાં એક મહિલાની ગુમ થયેલી બેગ શોધી કાઢી પરત કરી હતી.વડોદરા શહેરમાં સ્થાપિત કરવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ ગુનાહિત કૃત્યોના ઉકેલ માટે કેટલા ઉપયોગી સાબિત થઈ રહ્યા છે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સીસીટીવીના સહારે પોલીસે માત્ર ત્રણ કલાકમાં એક મહિલાની ગુમ થયેલી બેગ શોધી કાઢી પરત કરી હતી.હાલોલ નજીક જરોદ ગામે રહેતા સંગીતાબેન ચૌહાણ ગઈકાલે બસ મારફતે વડોદરા આવ્યા હતા. તેઓ બસ ડેપોથી રિક્ષામાં બેસી ઓપી રોડ પર આવેલા વિદ્યુત નગર સ્થિત તેમના પિયરમાં પહોંચ્યા હતા.રિક્ષામાંથી ઉતરી ઘરમાં ગયા બાદ તેમને ખ્યાલ આવ્યો કે રોકડા રૂ. 17,000, સોનાની બે તોલાની ચેન અને બે મોબાઈલ ફોન ધરાવતી તેમની બેગ રિક્ષામાં જ રહી ગઈ છે.

ઘટનાની જાણ થતા જ સંગીતાબેને સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તરત જ એસટી બસ ડેપોથી વિદ્યુત નગર સુધીના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.વિવિધ રિક્ષાના નંબરના આધારે તપાસ કરતા એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં કોઈ મુસાફરની બેગ મળી આવી હોવાનું જણાવ્યું હતું.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બેગ મેળવી સંગીતાબેનને પરત કરી હતી. માત્ર ત્રણ કલાકમાં થયેલી આ કામગીરીને કારણે શહેર પોલીસની સતર્કતા અને સીસીટીવી વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments