E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : શહેરના બજારોમાં પતંગ રસિયાઓની ભીડ જામી, જાણો આ વખતે શું...

Ahmedabad : શહેરના બજારોમાં પતંગ રસિયાઓની ભીડ જામી, જાણો આ વખતે શું છે ભાવ?

ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. આજે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ પણ કરાવ્યો છે. ત્યારે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે માર્કેટમાં જઈ રહ્યાં છે.

ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. આજે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ પણ કરાવ્યો છે. ત્યારે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે માર્કેટમાં જઈ રહ્યાં છે. પતંર અને દોરીના સ્ટોલ પાસે લોકોની ભીડ જામી છે. અમદાવાદ શહેરમાં રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તાર સહિતના માર્કેટમાં ખરીદી જામી છે.

અમદાવાદના રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તારમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભીડ જામી છે. પતંગ રસીયાઓ પતંગ ખરીદવા બજારમાં પહોંચ્યા છે. ગત વર્ષ કરતાં પતંગના ભાવમાં આ વખતે ભારે વધારો થયો છે. ગત વર્ષના 130 રૂપિયાના ભાવ સામે આ વર્ષે એક કોડી પતંગનો ભાવ 150 રૂપિયા થયો છે. કોડીએ પતંગના ભાવમાં 20 રૂપિયા કરતાં વધુનો વધારો થયો છે. દોરીની વાત કરીએ તો પાંચ હજાર વાર દોરીની ફિરકી એક હજારની સામે 1200 રૂપિયામાં વેચાઈ રહી છે.

આ વખતે ઊંધિયુ, જલેબી અને ચિક્કીના ભાવમાં પણ વધારો થયો છે. ભાવ વધારો હોવા છતાં લોકો તહેવારની મસ્ત બનીને ઉજવણી કરી રહ્યાં છે. તહેવારની મોજ માટેની ઉજવણીમાં લોકો ભારે ખરીદી પણ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments