E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratSurendranagar News : પિતાની મિલકત પચાવી પાડી, સાવકી માતા સામે દીકરીનો મોરચો,...

Surendranagar News : પિતાની મિલકત પચાવી પાડી, સાવકી માતા સામે દીકરીનો મોરચો, SPને કરી રજૂઆત

જિલ્લા પોલીસવડાએ આ મામલે તપાસના આદેશ આપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલમાં આ કૌટુંબિક વિવાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક દીકરીએ પોતાની સાવકી માતા સામે મિલકત હડપી લેવાનો ગંભીર આક્ષેપ મૂકતા ચકચાર મચી ગઈ છે. ધ્રાંગધ્રાની રહેવાસી શ્વેતા શાહ નામની યુવતીએ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી છે. શ્વેતાનો આક્ષેપ છે કે તેના પિતાની અવસાન બાદ તેમની કિંમતી મિલકત પર તેની સાવકી માતા અલ્પા શાહે ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો છે. દીકરીએ SP સમક્ષ આજીજી કરી છે કે, તેને તેના હકની મિલકત પાછી અપાવવામાં આવે અને અન્યાય કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે.

રજૂઆતમાં દીકરીએ માત્ર સાવકી માતા જ નહીં, પરંતુ પોતાના કાકા અને સાવકા મામા વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. શ્વેતાના જણાવ્યા મુજબ, આ લોકોએ એકસંપ થઈને કાવતરું ઘડી તેના પિતાની મિલકત પચાવી પાડી છે અને તેને રઝળતી કરી દીધી છે. તેણે સાવકી માતા અલ્પા શાહ સહિત અન્ય સંડોવાયેલા સંબંધીઓ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. જિલ્લા પોલીસવડાએ આ મામલે તપાસના આદેશ આપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલમાં આ કૌટુંબિક વિવાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments