E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat News: ખાખીની માનવતા રંગ લાવી, 9 વર્ષની માસૂમનું માતા સાથે કરાવ્યું...

Surat News: ખાખીની માનવતા રંગ લાવી, 9 વર્ષની માસૂમનું માતા સાથે કરાવ્યું મિલન

સુરતનો સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી અચાનક એક 9 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘર આંગણે રમતા-રમતા એકાએક ગુમ થઈ ગઈ. સાંજ ઢળવા આવી છતાં દીકરી ઘરે પરત ન ફરતા પરિવારના જીવ અધ્ધર થઈ ગયા હતા. માતા-પિતાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે ભારે હૈયે પોલીસનો સંપર્ક કર્યો હતો.

બાળકીના અપહરણ કે કોઈ અનિચ્છનીય બનાવની આશંકા વચ્ચે સુરત પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. બાળકીને શોધવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજી અને માનવીય સંસાધનોનો પૂરજોશમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. સચિન જીઆઈડીસી જેવા ગીચ વિસ્તારમાં રસ્તો શોધવો મુશ્કેલ હતો, પરંતુ પોલીસે હાર ન માની. તપાસ દરમિયાન પોલીસે એક-બે નહીં, પરંતુ આખા વિસ્તારના 200 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા.

કલાકોની જહેમત બાદ, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને બાળકીની દિશા જાણવા મળી અને આખરે પોલીસે માસૂમને હેમખેમ શોધી કાઢી. જ્યારે પોલીસ બાળકીને લઈને તેના ઘરે પહોંચી, ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. લાંબા સમયના વિયોગ અને ડર પછી પોતાની માતાને જોતા જ બાળકી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને દોડીને તેની માતાને વળગી ગઈ હતી.

પોતાની વહાલસોયી દીકરીને સહીસલામત જોઈ માતાની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. પરિવારે સુરત પોલીસની આ ત્વરિત કામગીરી અને મહેનત બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે સતર્ક પોલીસ અને ટેકનોલોજીનો સાથ મળે ત્યારે ગમે તેટલી મોટી મુશ્કેલીનો અંત સુખદ લાવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments