દિલ્હી પોલીસ તરફથી ચલાવવામાં આવેલા આ અભિયાનને ના માત્ર રાજધાની સુધી સીમિત રાખવામાં આવ્યું પણ દિલ્હી સિવાય પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પણ એક સાથે દરોડા પાડવામાં આવ્યા અને પોલીસ મુજબ જે 854 ગુનેગારોને કસ્ટડીમાં
દિલ્હી પોલીસે ગુનેગારોની વિરૂદ્ધ એક મોટું અભિયાન ‘ઓપરેશન ગેંગ બસ્ટ’ ચલાવ્યું છે. આ વિશેષ અભિયાન દ્વારા ગુનાઓની દુનિયામાં એક્ટિવ ગેંગ્સ, તેમના માણસો અને નેટવર્ક પર મોટો પ્રહાર કરવામાં આવ્યો. 48 કલાક સુધી ચાલેલા આ મેગા ઓપરેશનમાં 854 ગુનેગારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા, જેમાં 280 કુખ્યાત ગેંગસ્ટર્સ સામેલ છે.
દિલ્હી પોલીસ તરફથી ચલાવવામાં આવેલા આ અભિયાનને ના માત્ર રાજધાની સુધી સીમિત રાખવામાં આવ્યું પણ દિલ્હી સિવાય પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પણ એક સાથે દરોડા પાડવામાં આવ્યા અને પોલીસ મુજબ જે 854 ગુનેગારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, તેમાં કેટલાક સગીર પણ સામેલ છે. પોલીસના જણાવ્યા મુજબ આ તમામ ગુનેગારો ખંડણી, હત્યા, ડ્રગ્સ તસ્કરી અને ગેરકાયદેસર હથિયારોનો સપ્લાય અને સંગઠિત ગુનાખોરીની અન્ય ગતિવિધિઓમાં સામેલ હતા.
ઓપરેશન ગેંગ બસ્ટને સફળ બનાવવા માટે દિલ્હી પોલીસના લગભગ 9,000 પોલસીકર્મીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ વિશેષ ટીમોએ અલગ અલગ રાજ્યોમાં કૂલ 4,299 ઠેકાણાઓ પર એક સાથે દરોડા પાડ્યા હતા. ઓપરેશન દરમિયાન 6,500થી વધુ શંકાસ્પદોની પુછપરછ કરવામાં આવી છે, જેના આધાર પર ઘણા મોટા નેટવર્ક અને તેના સંપર્કોનો ખુલાસો થયો છે.

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મુજબ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગેંગસ્ટર્સ, શુટર્સ, ડ્રગ્સ તસ્કરો અને સંગઠિત ગુનાઓથી જોડાયેલા લોકોની સમગ્ર ચેઈનને તોડવાનો હતો. ખાસ કરીને આ નેટવર્કને નિશાનો બનાવવામાં આવ્યો, જે જેલ કે વિદેશમાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર્સના ઈશારો પર ઘટનાને અંઝામ આપતા હતા.
પોલીસે આ અભિયાન દરમિયાન મોટી માત્રામાં ગેરકાયદેસર સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં 300 એડવાન્સ હથિયાર, 130 કારતૂસ અને આશરે 25 લાખ રૂપિયા રોકડા અને મોટી માત્રામાં નશીલા પદાર્થ સામેલ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ રિકવરી એ વાતનો સંકેત છે કે ગુંડાઓ કેવી રીતે સંગઠિત રીતે ગુનાઓ કરી રહ્યા હતા. આ અભિયાનના દાયરામાં લોરેન્સ બિશ્નોઈ, હિમાંશુ ભાઉ, રોહિત ગોદારા, નીરજ બવાનિયા, કાલા જઠેડી અને જિતેન્દ્ર ગોગી ગેંગથી જોડાયેલા લોકો અને અન્ય મદદગાર નિશાના પર રહ્યા.
પોલીસનો દાવો છે કે ઓપરેશન ગેંગ બસ્ટે આ ગેંગ્સની કમર તોડી નાખી છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું કે ગુનાો અને ગુનગારની વિરૂદ્ધ આ અભિયાન અટકશે નહીં. આગામી દિવસોમાં ધરપકડ કરેલા આરોપીઓની પુછપરછના આધાર પર વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.


