E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratDwarka : મકરસંક્રાંતિના પર્વે ભક્તોની ભીડ, વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી...

Dwarka : મકરસંક્રાંતિના પર્વે ભક્તોની ભીડ, વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો

યાત્રાધામ દ્વારકામાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વના અવસરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી ભક્તો લાંબી કતારમાં દર્શન માટે ઊભા રહ્યા હતા.

યાત્રાધામ દ્વારકામાં મકરસંક્રાંતિના પવિત્ર પર્વના અવસરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી ભક્તો લાંબી કતારમાં દર્શન માટે ઊભા રહ્યા હતા.ધનુર્માસ પૂરું થતા ભક્તો શ્રીજીના ચરણોમાં આવી આશીર્વાદ પ્રાપ્ત કરતા આનંદિત હતા. કીર્તિ સ્તંભથી લઈને જોધાભા માણેક ચોક અને છપ્પન સિઢી સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને મંદિર સુરક્ષા પોલીસ દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી દર્શન માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા સુરક્ષા અને સમયસર પ્રવાહ સુનિશ્ચિત કરવા ખાસ પગલાં લેવામાં આવ્યા હતા.આ પર્વના અવસરે ભક્તો રાજ્યભરમાં મંદિરોમાં શ્રદ્ધાભાવ સાથે દર્શન કરવા માટે ઉમટ્યા હતા,. દ્વારકાધીશ મંદીરમાં અને તમામ યાત્રાધામોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments