E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : વિરમગામમાં જીવદયા પ્રેમીઓએ ઉતરાયણ પર્વના 2 દિવસમા પતંગની દોરીથી ઘાયલ...

Gujarat : વિરમગામમાં જીવદયા પ્રેમીઓએ ઉતરાયણ પર્વના 2 દિવસમા પતંગની દોરીથી ઘાયલ 10 થી વધુ પક્ષીઓને સારવાર આપી જીવ બચાવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઉત્તરાયણના તહેવાર દરમ્યાન અનેક પક્ષીઓ પતંગ દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલીક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઇ શકે છે. વિરમગામ શહેર સહિત પંથકમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગની દોરીથી, તેમજ વીજ કરંટથી ઘાયલ થયેલા પક્ષીઓ ને સારવાર આપવા માટે છેલ્લા 14 વર્ષોથી વિરમગામ ગૌરક્ષા દળ અને શ્રી શાંતીનાથ જૈન મિત્રમંડળ અને સ્નેહ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો જીવદયા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આગામી 14 અને 15 જાન્યુઆરી (ઉતરાયણ અને વાસી ઉતરાયણ)ના દિવસે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. વિરમગામમાં (1) ખોડીયાર મંદિર, મુનસર રોડ પાસે (2) શાંતિનાથ દેરાસર પાસે અને (3) પાંજરાપોળ માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા . જેમા બે દિવસમાં કુલ 10 થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી. જેમા 7 કબૂતર ,2 આઇબીસ અને એક રાષ્ટ્રીય પક્ષી મોર ની સારવાર આપવામા આવી પતંગ ની દોરીથી વઘુ ઘાયલ આઇબીસ પક્ષી પશુ દવાખાના ખાતે વધુ સારવાર અપાઇ હતી તમામ સારવાર આપી પક્ષીઓ ને વિરમગામ પાંજરાપોળ મૂકવામા આવ્યાં હતાં. ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા માટે પશુચિકિત્સક ડો.હર્ષદભાઈ પ્રજાપતિ, પશુ દવાખાના વેટરનરી ઓફિસર ડો.નેહા મોદી , પ્રવિણભાઇ શાહ, વિપુલભાઇ ગાંધી, નગીનભાઈ દલવાડી, પીયૂષ ગજ્જર, જે.ડી.રાજપૂત, સુધીરદાન ગઢવી ,ભાવેશ ચૌહાણ, સતિષ ઠાકોર, સહિતના જીવદયા પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments