E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવા તૈયાર રહેજો!, હવામાન વિભાગે કરી...

Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવા તૈયાર રહેજો!, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવા તૈયાર રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાન વધશે.રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવા તૈયાર રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાન વધશે. તો બીજી તરફ ઠંડીનો પણ અહેસાસ થશે. એટલે કે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.

ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે પવનની દિશા બદલાતા નાગરિકોએ બેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.અત્યાર સુધી ઉત્તર પૂર્વીય ઠંડા પવનોનો અનુભવ કરી રહેલા રાજ્યમાં હવે દક્ષિણ પૂર્વીય પવનો ફૂંકાવાનું શરૂ થયુ છે, જે તાપમાનમાં ફેરફાર લાવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઇ શકે છે. જોકે, આ તાપમાનના વધારા વચ્ચે પણ પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. આ તેજ ગતિના પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ યથાવત રહેશે. જ્યારે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અનુભવ થશે.

મહત્વનું છે કે જ્યારે પપનની દિશા બદલાય છે. ત્યારે હવામાં ભેજ અને તાપમાનનું સંતુલન ખોરવાય છે. દિવસ દરમિયાન તાપમાન વધવાથી ઉનાળા જેવો અનુભવ થશે અને રાત્રે પવનને કારણે ઠંડી લાગશે. આ પ્રકારનું મિશ્ર વાતાવરણ માનવ શરીર માટે પડકારજનક બની શકે છે. ખાસ કરીને શરદી,ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કિસ્સાઓ પણ વધી શકે છે.વાતાવરણમાં આવતા આ અચાનક બદલાવની અસર રવિ પાક પર પણ જોવા મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments