E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ‘ભૂવા’ રાજ, અટલાદરા ચેકપોસ્ટ પાસે રોડ બેસી જતાં કાર ખાડામાં...

Vadodara : ‘ભૂવા’ રાજ, અટલાદરા ચેકપોસ્ટ પાસે રોડ બેસી જતાં કાર ખાડામાં ગરકાવ!

વડોદરાના અટલાદરા ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે રોડ પર અચાનક મોટો ભૂવો પડતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એક કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેની કાર અચાનક રોડ બેસી જવાને કારણે ભૂવામાં ફસાઈ ગઈ હતી. રસ્તા વચ્ચે અચાનક પડેલા આ વિશાળ ભૂવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ક્રેન તેમજ સ્થાનિકોની ભારે જહેમત બાદ કારને ભૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તાત્કાલિક ભૂવાની આસપાસ બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે જેથી અન્ય કોઈ વાહનચાલક દુર્ઘટનાનો ભોગ ન બને. સ્થાનીકોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વ્યસ્ત રસ્તા પર આ રીતે ભૂવા પડવા તે ગંભીર બેદરકારી સૂચવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments