E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : જુગાર ધામ પર રેડ, 8 મહિલા જુગારી ઝડપાઈ

Ahmedabad : જુગાર ધામ પર રેડ, 8 મહિલા જુગારી ઝડપાઈ

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં પોલીસ દ્વારા જુગાર રમતી મહિલાઓ વિરૂદ્ધ લાલ આંખ કરી છે. એરપોર્ટ પોલીસને મળેલી બાતમીના આધારે સરદારનગરની સતનામ રેસીડેન્સીમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં હાર-જીતનો જુગાર રમી રહેલી 8 મહિલાઓને રંગે હાથે ઝડપી લેવામાં આવી છે. પોલીસે 8 મહિલા શકુનિઓની ધરપકડ કરી જેલના હવાલે કરી છે.એરપોર્ટ પોલીસ દ્વારા જ્યારે સતનામ રેસીડેન્સીમાં રેડ કરવામાં આવી હતી, ત્યારે ઘટના સ્થળે મહિલાઓ જુગાર રમતી મળી આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી રૂપિયા 21 હજારની રોકડ રકમ મળી આવી છે, જે કબ્જે કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ દ્વારા તમામ 8 મહિલાઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે, આ જુગાર ધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં? પોલીસની આ કામગીરી બાદ જુગાર ધામ ચલાવતા અને જુગાર રમતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments