E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, નાવિકોની બોટ પલટી જતાં...

Surat : હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, નાવિકોની બોટ પલટી જતાં મચી અફરાતફરી

સુરતમાં મગદલ્લાથી હજીરા વચ્ચે યોજાયેલી બોટ સ્પર્ધા દરમિયાન નાવિકોની એક બોટ અચાનક દરિયાના મોજામાં પલટી ગઈ હતી, જેને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.સુરતમાં મગદલ્લાથી હજીરા વચ્ચે યોજાયેલી બોટ સ્પર્ધા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. સ્પર્ધામાં ભાગ લઈ રહેલી નાવિકોની એક બોટ અચાનક દરિયાના મોજામાં પલટી ગઈ હતી, જેને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

સુરતના મગદલ્લા દરિયા કિનારેથી હજીરા સુધીની બોટ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા જ્યારે પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક સંતુલન બગડતા નાવિકોની એક બોટ પલટી ખાઈ ગઈ હતી. બોટ પલટતાની સાથે જ તેમાં સવાર તમામ નાવિકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બોટમાં સવાર તમામ નાવિકો કુશળ તવૈયા હોવાથી તેઓ પોતે જ તરીને સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. દરિયામાં હાજર અન્ય સુરક્ષા બોટ અને સાથી નાવિકોએ પણ તાત્કાલિક મદદ પહોંચાડી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments