E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : પાણીપુરી ખાનારા સાવધાન! થયા ચોંકાવનારા ખુલાસા

Ahmedabad : પાણીપુરી ખાનારા સાવધાન! થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદમાં પાણીપુરીને લઈ AMC ની મેગા ડ્રાઈવ યોજાઈ હતી. 280 લારીઓ પર પાણીમાં જોખમી કલર અને બેક્ટેરિયા મળી આવ્યા છે. છેલ્લા 10 દિવસની તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે.

પાણીપુરીની નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી કેટલી બીન આરોગ્યપ્રદ હોય છે તે જગ જાહેર છે. તેમ છતા ચટકા પ્રેમીઓ પાણીપુરીનો પ્રેમ એટલો છે કે તેઓ ખાવાનું છોડી શકતા નથી. અમદાવાદના શહેરીજનોની ફેવરિટ એવી ચટપટી પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસથી હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઈવમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ દરમિયાન સેંકડો લારીઓ પરથી પ્રતિબંધિત કલર અને બેક્ટેરિયાયુક્ત પાણી મળી આવ્યું છે.

AMCના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ 1121 પાણીપુરીની લારીઓ પર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જઈને પાણીપુરીના તીખા-મીઠા પાણી અને મસાલાના નમૂના લીધા હતા.આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, અમદાવાદ શહેરની 280 લારીઓ પર પાણીમાં પરવાનગી વિનાનો અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો સિન્થેટિક કલર ભેળવવામાં આવતો હતો. પાણીને વધુ આકર્ષક અને ઘાટું બનાવવા માટે આ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે.

ચોમાસાની વિદાય અને બદલાતી ઋતુ વચ્ચે AMC ની આ કાર્યવાહી એ સાબિત કરે છે કે, બજારમાં મળતી પાણીપુરીમાં સ્વચ્છતાના ધજાગરા ઉડી રહ્યા છે. AMC દ્વારા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા લારીધારકોને દંડ ફટકારવાની સાથે કડક નોટિસ પણ પાઠવવામાં આવી છે. તંત્રએ નાગરિકોને બહારની વસ્તુઓ ખાતા પહેલા સ્વચ્છતાની ચકાસણી કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ખાલી અમદાવાદના આંકડા છે, નાના શહેરોમાં પરિસ્થિતિ અને ગુણવત્તા વધુ ખરાબ હોય શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments