E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodEntertainment : નોરા ફતેહીએ ભૂષણ કુમાર સંગ અફેરની ચર્ચાઓ પર તોડ્યું મૌન?...

Entertainment : નોરા ફતેહીએ ભૂષણ કુમાર સંગ અફેરની ચર્ચાઓ પર તોડ્યું મૌન? 4 વર્ષ જૂની પોસ્ટ વાયરલ થતા સોશિયલ મીડિયા પર ખળભળાટ!

બોલીવુડની પ્રખ્યાત ડાન્સર નોરા ફતેહી વિશેની 4 વર્ષ જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ ભૂષણ કુમાર અને નોરા ફતેહી વચ્ચેના અફેરની અફવાઓને સંબોધિત કરતી હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બ્રેકઅપ અને અફેરના સમાચાર સામાન્ય છે. જોકે, આ દિવસોમાં ફેમસ ડાન્સર નોરા ફતેહી સમાચારમાં છે. થોડા દિવસો પહેલા, એવા સમાચાર સામે આવ્યા હતા કે નોરા મોરોક્કન ફૂટબોલર અશરફ હકીમીને ડેટ કરી રહી છે. નોરાએ એક ફોટો શેર કર્યો હતો જેમાં તે મોરોક્કન ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. એવું માનવામાં આવતું હતું કે નોરા અશરફ હકીમીને ચીયર કરવા માટે ફૂટબોલ ગ્રાઉન્ડ પર આવી હતી. પરંતુ હવે, નોરા 4 વર્ષ જૂની પોસ્ટને કારણે ફરી હેડલાઇન્સમાં છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં નોરા અને ભૂષણ કુમાર વચ્ચે અફેરની અફવાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોરાએ વાયરલ પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી હતી, જે હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. 2022 માં એક પોસ્ટ સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભૂષણ કુમારનું નોરા સાથે અફેર હતું.

એક અહવેાલ અનુસાર, આ દાવો ફિલ્મ વિવેચક ઉમૈર સંધુ દ્વારા કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે નોરા અને ભૂષણ કુમારનો અફેર લગભગ બે વર્ષ સુધી ચાલ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારને આ વાતની જાણ હતી. એવા પણ અહેવાલો હતા કે ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા કુમાર અલગ થવાના હતા. જોકે, બાદમાં આ કપલે આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે માત્ર અફવાઓ હતી.

નોરા અને ભૂષણ કુમારના અફેરની અફવાઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે, જ્યારે એક ટિકટોક ઇન્ફ્લુએન્સરે રેડિટ થ્રેડ પર તેમના અફેર વિશે ત્રણ વર્ષ જૂની પોસ્ટ ફરીથી શેર કરી છે. પોસ્ટમાં નોરા ફતેહીની પ્રતિક્રિયા પણ છે. નોરા ફતેહીએ “WOW” લખ્યું અને પોસ્ટની નીચે એક હાસ્યજનક ઇમોજી ઉમેર્યું. આ પોસ્ટ પર નોરાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments