E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBharuch : અંદાડામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ₹1.18 કરોડના RCC રોડનું કર્યું લોકાર્પણ,...

Bharuch : અંદાડામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ₹1.18 કરોડના RCC રોડનું કર્યું લોકાર્પણ, નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સંપન્ન


ભરૂચ વિધાનસભા વિસ્તાર હેઠળના અંકલેશ્વરના અંદાડા ગામના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાડા ગામે ₹1.18 કરોડના ખર્ચે નવનિર્મિત RCC રોડનું લોકાર્પણ કરવાની સાથે જ ધારાસભ્યએ અન્ય ₹1.18 કરોડના નવા RCC રોડના નિર્માણ માટે ખાતમુહૂર્તની વિધિ પણ સંપન્ન કરી હતી. આ અવસરે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
​આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. નવા RCC રોડના નિર્માણથી ગ્રામજનોને વર્ષો જૂની કાદવ-કીચડની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આવન-જાવનમાં મોટી સુવિધા ઉપલબ્ધ થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગામડાઓ જ્યારે પાકા રસ્તાઓથી જોડાશે ત્યારે જ ગ્રામ્ય અર્થતંત્ર અને વિકાસ સાચા અર્થમાં વેગીલો બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments